Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

શિવસેનાને મોટો ઝાટકો:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં 26 કોર્પોરેટર અને 300 કાર્યકરોના રાજીનામા

થાણેમાં ટિકિટ વ્હેંચણીને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટી સાથે જોડાયેલાં 26 કોર્પોરેટ અને 300 કાર્યકર્તાઓની સાથે મળીને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા મોકલી દીધા છે. આ તમામ નેતાઓએ ટિકિટ વ્હેંચણીને લઈને નારાજ થઈને આ પગલું ઉઠાવ્યું છે. હવે મતદાનમાં માત્ર થોડાં જ દિવસો બાકી છે.

    રાજ્યની 288 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે મતદાન થવાનુ છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા એક સપ્તાહ પહેલાં જ પૂર્ણ થઈ છે પરંતુ ટિકિટ વ્હેંચણીને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી દૂર થઇ નથી, ઠાણેમાં શિવસેનાના 26 કોર્પોરેટરે પોતાની નારાજગી વ્યક્ત કરી અને પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજીનામા મોકલી દીધા હતા.

    આ કોર્પોરેટરની સાથે લગભગ પાર્ટીના 300 કાર્યકર્તાઓએ પણ પોતાને પક્ષથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બળવાખોર નેતા ભાજપ અને શિવસેના એમ બંને માટે પડકારરૂપ છે. બંને પાર્ટીને 30 જેટલી સીટ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:11 pm IST)