Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

નવો મોટર વ્હીકલ એકટ

દારૂ પીને વાહન ચલાવવા બદલ પહેલીવાર જેલ

નવી દિલ્હી તા. ૧૦ :.. અદાલતે નશામાં વાહન ચલાવનાર એક ઓટો ચાલકને ૧ મહિનો જેલની સજા સંભળાવી છે. સાથો સાથ ૧ર૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. મોટર વાહન એકટમાં ફેરફાર બાદ કદચ પહેલો મામલો છે જયારે કોર્ટ આકરો નિર્ણય લઇ જેલની સજા સંભળાવી છે.

રોહિણી સ્થિત ન્યાયધીશ પી. ગુપ્તાએ આ સજા ઓટો ચાલક રાજેન્દ્રને સંભળાવી છે.

અદાલતે ફેંસલામાં કહયું છે કે દિલ્હીમાં થોડા સમયથી માર્ગ અકસ્માતો વધ્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાંથી મોટાભાગના મામલામાં નશાની હાલત જવાબદાર હતી.

લોકોએ નશો કરી વાહન ચલાવવું ન જોઇએ આ માટે જરૂરી પાઠ ભણાવવા આકરી સજા થઇ છે.

(11:37 am IST)