Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ઓશોને સાંભળવા જાદુઈ અનુભૂતિ છે

ઓશો એક મહાન તાર્કીક અને દાર્શનિક છે. જેમની વાતો, જેમના વિચારો, જેમના વિશ્લેષણો વિજ્ઞાનની ધરા પર સંપૂર્ણ પ્રભાવથી બેસે છે તથા શ્રોતા અને વાંચકોના માનસ તથા હૃદય પર સદાસદા માટે અંકિત થઈ જાય છે. તેઓ માત્ર કુશળ જ નહિં અદ્દભૂત વકતા છે. ઓશોને સાંભળવા એ એક જાદુઈ અનુભૂતિ છે. તેમની વાણી, તેમની ભાષા, તેમની કથની, તેમનો હાસ્યબોધ બધુ અનોખુ છે. તેમને સાંભળવા, તેમને વાંચવા એટલે જાણે સ્વયંના જીવન સાથે સાક્ષાત્કાર કરવા જેવુ છે.

મેં ઓશોના સંભોગથી સમાધી, ભકિત કરે રૈદાસ સહિતના પુસ્તકો વાંચ્યા છે અને કેસેટો પણ સાંભળી છે. એક કેસેટમાંથી ઓશોની વાતો મેં જીવનમાં ઉતારી લીધી અને તેણે મારા જીવનને બહુ સરળ બનાવી દીધુ. મારો ઓશો સાથે એક અલગ અને અનોખો સંબંધ એ પણ છે કે ઓશોએ મારી એક ગઝલ 'અપને હી હાથો મેં પતવાર સંભાલી જાયે, તબ તો મુમકીન હૈ કી યે નાવ બચા લી જાયે'ની વ્યાખ્યા કરતા પ્રવચન આપ્યુ હતું.

આજના સંતો અથવા કથિત મહાત્માઓ સાથે ઓશોની તુલના કરવી બિલકુલ નકામી છે. ઓશો એક દાર્શનિક છે, વિદ્વાન છે, વિચારક છે, ચિંતક છે, સંત તો લોકો જાતે તેમનાથી પ્રભાવિત થઈને માને છે પણ ઓશો કયારેય પોતાને ગુરૂ તરીકે સ્થાપિત કરવામાં અથવા પોતાનો મહિમા વધારવામાં અથવા પાપ પુણ્યથી ડરાવવાનો પ્રયત્ન નથી કરતા પણ વિશ્વભરના મહાપુરૂષોના ચિંતન અને વિચારોનું અમૃત વહેંચીને માનવને સુમાનવ બનાવવાનો પ્રયત્ન કરે છે.

લક્ષ્મીશંકર વાજપેયી (કવિ અને મીડિયાકર્મી)

(11:36 am IST)