Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ચીન-અમેરીકાના વેપાર યુધ્ધે ભારત સહિત વિશ્વના ૯૦ ટકા અથતંત્રની પથારી ફેરવી

આઈએમએફના અધ્યક્ષ ક્રિસ્ટલીના જોર્જિયાએ કહ્યુ કે, ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરના કારણે દુનિયાના દેશોની અર્થવ્યવસ્થા નબળી પડી છે. બે દેશ વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરે દુનિયાની ૯૦ ટકા અર્થવ્યવસ્થાને અસર કરી છે. જેની અસર ભારતને પણ થઈ છે. વિકાસની દિશામાં આગળ વધી રહેલા ભારત અને બ્રાઝીલમાં મંદીનો દોર શરૂ થઈ રહ્યો છે.

જેથી બન્ને દેશના વિકાસદરમાં પણ દ્યટાડો થવાનો છે. જોર્જિયાએ વધુમાં કહ્યુ કે, દુનિયાની અર્થવ્યવસ્થા સામે અનેક મોટા પડકાર છે. જેમાંથી જળવાયુ પરિવર્તનનો પડકાર સૌથી મોટો છે. અમેરિકાએ ચીન પર ટેરિફ લાગૂ કરતા ચીન પણ અમેરિકાની વસ્તુ પર ટેરિફ લગાવી રહ્યુ છે. બન્ને દેશના કડક વલણના કારણે તેની અસર દુનિયાના દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. 

(11:34 am IST)