Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કાલે તામિલનાડુના ઐતિહાસિક મહાબલીપુરમમાં મળશે મોદી અને જિનપીંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ આવતીકાલથી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ તામિલનાડુના મહાબલિપુરમના મહેમાન બનશે. આ શહેરનો ચીન સાથે ૧૭૦૦ વર્ષ જૂનો ઇતિહાસ રહ્યો છે. તામિલનાડુના દરિયા કિનારે વસેલા પ્રાચીન મંદિરોના આ શહેરની ખુબસુરતી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે આ ઐતિહાસિક નગરીમાં વન ટુ વન મુલાકાત થશે. તે સાથે ભારત અને ચીન વચ્ચે સહકારના નવા અધ્યાયનો પણ પ્રારંભ થશે. રાષ્ટ્રપતિનું અહીં લાલ જાજમ બિછાવી સ્વાગત કરવામાં આવશે. આ શહેર ચેન્નઇથી ૬૦ કિ.મી. દૂર છે. બંને નેતાઓ અનેક મંદિરોની મુલાકાત પણ લેવાના છે. બંનેની મુલાકાત ઇનફોર્મલ રહેશે. આ પહેલા પણ બંને ચીનના વુહાનમાં પણ આ પ્રકારે મળ્યા હતાં.

(11:30 am IST)