Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

હવે સામાન ચોરી થવા પર ચાલું ટ્રેનમાં કરી શકાશે FIR!

મોબાઇલ એપ્લિકેશનની મદદથી ટ્રેન મુસાફરો ટ્રેનને ઊભી રાખ્યા વગર જ ચોરી કે સ્નેચિંગ અંગેની એફઆઇઆર કરી શકશે

નવી દિલ્હી, તા.૧૦: ભારત સરકાર કરોડો રેલવે મુસાફરોની મોટી પરેશાનીઓને સરળ કરવા જઇ રહી છે. કરોડો રેલવે મુસાફરો તેમના સામાનની સુરક્ષા લઇને ચિંતિત હોય છે. રેલવેની આ નવી સુવિધા દ્વારા ચાલુ ટ્રેનમાં ચોરી અને સ્નેચિંગની ઘટનાઓ અંગે એફઆઇઆરનોંધાવી શકાશે. ૧૦ ઓકટોબરથી આ મુસાફરો આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે. જીઆરપીએ (GRP) આ માટે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે.

ચાલુ ટ્રેનમાં મુસાફરો સાથે મોટાભાગે સ્નેચિંગ અને ચોરી જેવી દ્યટનાઓ વધારે બનતી હોય છે. ખાસ કરીને જયારે ટ્રેન ધીમે ધીમે સ્ટેશન છોડતી વખતે સ્પીડ પકડતી હોય છે. આવી સ્થિતિમાં યાત્રી જયારે ચેઇન પૂલિંગ કરે ત્યાં સુધીમાં તો ચોર દ્યણો દૂર ભાગી જતો હોય છે. આવી સ્થિતિમાં સ્ટેશન ઉપર ઉતરીને ફરિયાદ કરવી ખબુજ મુશ્કેલી ભર્યું કામ બની જાય છે.

રાજકીય રેલવે પોલીસને (GRP) મુસાફરો અને તેમની સુરક્ષા કરવા માટે વધારે ક્ષેત્ર મળ્યું છે. આને લઇને જીઆરપી સહયાત્રી નામથી એક એપ લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ એપ ૧૦ ઓકટોબરના દિવસે લોન્ચ કરવામાં આવશે. આ એપનો ફાયદો એ થશે કે ચાલુ ટ્રેનમાં કોઇપણ યાત્રીઓ સાથે કોઇ ઘટના બને છે ત્યારે એ ટ્રેનને રોકયા વગર જ પોતાના મોબાઇલની મદદથી એપની મદદથી પોતાની એફઆઇઆર નોંધાવી શકાય છે.

આ ઘટના શાન-એ-પંજાબ એકસપ્રેસ ટ્રેન સાથે સંકળાયેલી છે. જેવી જ ટ્રેન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ઉપડી હતી ત્યારે યાત્રીઓએ ટ્રેનનું ચેઇન પુલિંગ કર્યું હતું. નારાજ યાત્રીઓની માંગ હતી કે પહેલા ટ્રેનમાં યાત્રી સાથે થયેલી ચોરીની એફઆઇઆર નોંધવામાં આવે ત્યારબાદ જ ટ્રેનને આગળ વધારવામાં આવશે. જેના પગલે અનેક વખત ટ્રેનને આગળ વધારવાની કોશિશ થઇ પરંતુ દરેક વખતે યાત્રીઓ ચેઇન પુલિંગ કરતા હતા. આ ચક્કરમાં ટ્રેન ૨ કલાક સુધી સ્થળ ઉપર જ રોકાઇ રહી હતી.

(10:04 am IST)