Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ટ્રાફિકના નવા નિયમોનો દેશભરમાં પ્રચંડ વિરોધ

નિયમો અવ્યવહારૂ: પેનલ્ટી વધતા લાંચ-રૂશ્વત વધશે

નવી દિલ્હી, તા.૧૦: કેન્દ્ર સરકારે બનાવેલા નવા ટ્રાફિક - પરિવહન નિયમો તથા પેનલ્ટી વધારવામાં આવતા દેશભરમાં વિરોધ વધ્યો છે. દિલ્હી ઉપરાંત નાના શહેરો સહિત સાર્વત્રિક વિરોધ થયો છે. સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ શરૂ થઈ છે. દેશની આર્થિક વ્યવસ્થા સુધારવા માટે સરકારને કોઈ ઉપાય નહીં મળતા હવે ટ્રાફિક ચલાનની વસૂલી દ્વારા પગલાં લઈ રહી છે. સોશિયલ મીડિયામાં મજાક થઈ રહી છે કે આ રીતે અર્થવ્યવસ્થા પાંચ ટ્રિલિયન ડોલરની કરાશે?

ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ફાંસી સિવાયની બધી સજા નિર્ધારીત કરાઈ છે. રાજયોને નિયમ લાગુ કરવા કેન્દ્ર તરફથી જણાવાયું છે. માર્ગ પર ટ્રાફિકને નિયંત્રિત કરવો જરૂરી છે.

જાન-માલની રક્ષા માટે ટ્રાફિકના નિયમો હોવા જોઈએ, પરંતુ જે રીતે મનસ્વી રીતે પેનલ્ટી વધારી છે તે ઉચિત નથી.

સૌથી ઓછી પેનલ્ટી રૂ. એક હજાર છે. મહત્ત્।મ પેનલ્ટી રૂ. ૨૫૦૦૦ છે. અમુક નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૩૫ થી ૪૦ હજાર સુધીની પેનલ્ટી છે તેમાં કોઈ તર્ક દેખાતો નથી.

નિયમોને લાગુ કરવામાં વ્યવહારુ મુશ્કેલી છે. નાના શહેરો-ટાઉનમાં જૂની ગાડી ચાલુ રહી છે. જૂના ટૂ વ્હિલર જેની કિંમત જેટલી પેનલ્ટી લાગે છે. ગુરુગ્રામ અને અન્ય શહેરોમાં રૂ. ૩૫૦૦૦ સુધીની પેનલ્ટી લાગી હોવાની વાત છે.

પેનલ્ટી વધતા લાંચ-રૂશ્વત વધવાની શકયતા છે. પેનલ્ટી ઓછી હશે તો લોકો ચલાન કપાવી લે છે, પરંતુ હવે લોકો થોડા દ્યણા આપીને છૂટવાનો પ્રયાસ કરશે.

કેન્દ્રના નિર્ણયનો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા વિપક્ષના શાસનવાળા રાજયોમાં અમલ કરાયો નથી.

(10:04 am IST)