Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ગોવામાં નવા વાહન ખરીદવા પર રોડ ટેકસમાં મળશે પ૦ ટકાની છૂટઃ ડીસેમબર સુધી અમલમાં રહેશે.

     ગોવા સરકારએ એલાન કર્યુ છે કે નવા વાહન ખરીદવા પર ૩૧ ડિસેમ્બર સુધી રોડ ટેકસ પર પ૦ ટકા છૂટ આપવામાં આવશે. પરિવહન મંત્રી મોવિન ગોડીન્હો એ કહ્યું છે કે દિવાળી જેવો તહેવાર આવવાનો છે.

     આ નિર્ણયથી વાહન ક્ષેત્રને મદદ મળશે. પરિવહન વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે  એપ્રિલથી જુલાઇ સુધીમા વાહનોની નોંધણીમાં ૧પ ટકા થી ૧૭ ટકા ઘટ આવી છે.

(12:00 am IST)