Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

પીએમ મોદીએ કશ્મીરી પરિવારેને આપી દિવાળીની ભેટ પીઓકેમાંથી ભારત આવેલાને મળશે 5,50 લાખ રૂપિયા

વિસ્થાપિત થઈને આવેલ 5300 પરિવારોને મળશે લાભ

નવી દિલ્હી : મોદી સરકારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાંય મોટા નિર્ણયો લીધા છે કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કશ્મિરથી વિસ્થાપિત થઈને ભારતના કેટલાંય રાજ્યોમાં આવેલા 5300 કશ્મીરી પરિવારેને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર સરકાર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે જેથી તેઓ કશ્મિરમાં વસી શકે. જેની માગ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી.

આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની લિસ્ટમાં શામેલ ન હતુ પરંતુ હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે તેમનું નામ લિસ્ટમાં પણ શામેલ કરવામાં આવશે અને આર્થિક સહાયતા પણ આપવામાં આવશે.

આ 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવારો શામેલ છે તેમાં કેટલાંક પરિવારે 1947મા ભાગલા સમયે આવ્યા, કેટલાંક કશ્મિરના વિલય પછી અને કેટલાંક લોકો પીઓકેમાંથી ભારતમાં આવ્યા. આ પરિવારો અલગ રાજ્યોમાં વસી ગયા હતા.

2016મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PoKથી આવેલા આ લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે આ 5300 પરિવારોને લાભ મળ્યો ન હતો. જે અત્યારે કેન્દ્રીય કેબિનેટે મંજુરી આપી દીધી છે. સરકાર તરફથી આ રકમ પરિવારોને પોતાના ઘરે વસાવવા માટે પરમિશન આપવામાં આવી રહી છે.

 

(12:00 am IST)