Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

''મિસ ઓરેગન'' તાજ વિજેતા ઇન્ડિયન અમેરિકન એન્જીનીયર યુવતિ શિવાલી કદમ ''મિસ અમેરિકા'' સ્પર્ધામાં ભાગ લેશે

ઓરેગનઃ અમેરિકામાં ૨૦૧૮ની સાલમાં મિસ ઓરેગન સોંદર્ય સ્પર્ધા વિજેતા ઇન્ડિયન અમેરિકન યુવતિ શિવાલી કદમ હવે આગામી વર્ષે યોજાનારી મિસ અમેરિકા સ્પર્ધા જીતવાની તૈયારી કરી રહી છે.

૨૫ વર્ષીય શિવાલીએ ઓરેગન યુનિવર્સિટીમાંથી ૨૦૧૮ની સાલમાં કેમિકલ એન્જીનીયર ડીગ્રી મેળવેલી છે. તથા હાલમાં તે જેકોબ એન્જીનીઅરીંગ ગૃપમાં કન્સ્ટ્રકશન મેનેજર તરીકે સેવાઓ આપી રહી છે. તે મહિલાઓને STEM એજ્યુકેશન ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા ઇચ્છે છે.

(8:28 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST