Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગુજરાતમાંથી કથિત પલાયન થતા પરપ્રાંતીયોના વાયરલ વિડીઓનું જાણો સત્ય :શેર કરાતી પોસ્ટની સત્ય હકીકત ખુલી

રેલવે પ્લેટફોર્મમાં દેખાડાતી જબરી ભીડ અને નાસભાગ પરંતુ એકપણ રેલવે સ્ટેશન ગુજરાતનું નથી

 

અમદાવાદ ;ગુજરાતમાંથી પરપ્રાંતીયોની મોટાપાયે હિજરત થતી હોવાનું સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વિડિઓ-પોસ્ટની સચ્ચાઈ બહાર આવી છે સાબરકાંઠામાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મના મામલામાં એક બિહારી શખસની ધરપકડ પછી પરપ્રાંતિય પર હુમલાઓ થઈ રહ્યાં છે. એક બાજુ જ્યાં કોંગ્રેસ અને સત્તાધારી બીજેપી પરપ્રાંતિયો પર થતાં હુમલાને લઈ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે તો બીજી તરફ અફવા ફેલાવનાર પણ સક્રિય થયાં છે. રીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર થઈ રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં ચડવા માટે મુશ્કેલીભરી પરિસ્થિતિમાં દર્શાવાયાં છે. વીડિયોમાં એવો દાવો કરાયો છે કે પરપ્રાંતિયો જલદી ગુજરાતમાંથી ભાગવાની કોશિશ કરી રહ્યાં છે.

  વીડિયોને ટ્વિટર અને ફેસબુક પર લગભગ એક જેવા કેપ્શન સાથે શૅર કરવામાં આવી રહ્યો છે. વીડિયો સાથે લખ્યું છે કે,’ગુજરાતમાં UP/બિહારથી આવતાં લોકો પર હુમલાની ઘટનાથી 8000 લોકો ગુજરાતમાંથી પલાયન થવાની ખબર ચિંતાજનક છે. ભારતની એકતા, અખંડતા પર ખતરો. મોદી, તમારા ગુજરાતમાં આવી સ્થિતિ શા માટે છે? દાવા તો મોટા કરો છો. એક ગુજરાત તો સંભાળી નથી શકતા અને ચાલ્યાં છે આખો દેશ સંભાળવા માટે.’

  વીડિયો ફેસબુક પર પણ ખૂબ શૅર થઈ રહ્યો છે. ભલે કેપ્શન અલગ અલગ હોય પરંતુ હેતુ બીજેપીની રાજ્ય સરકારને નિશાન બનાવવાનો છે. વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે,’ગુજરાત કાંડમાં રુમ માલિક બોલી રહ્યો છે કે રુમ ખાલી કરો. તમે લોકો વીડિયો જોઈ શકો છો કે કેટલા પરેશાન છે ભાઈ લોકો.’ સાતથી આઠ ઓક્ટોબર વચ્ચે પોસ્ટ કરાયેલા વીડિયોને આશરે 25 હજાર વાર શૅર કરવામાં આવ્યો છે અને 3 લાખથી વધુવાર જોવાયો છે.

  મોટી સંખ્યામાં સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહેલા લોકોનો વીડિયો ગુજરાતનો છે તેવું કહીને શૅર કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં વીડિયો કોલકાતાના રાણાઘાટ રેલવે સ્ટેશનનો છે
  વીડિયોને ધ્યાનથી જોતાં ખબર પડે છે કે પ્લેટફોર્મ પર જે ટ્રેન આવી તે EMU એટલે કે લોકલ ટ્રેન છે. જે નાના અંતર પર ચલાવવામાં આવે છે. જેનો મતલબ કે ટ્રેનથી બિહાર-UPના લોકો પોતાના ઘરે જઈ શકે. ટાઈમ્સ ફેક્ટ ચેકે વીડિયો વેરિફિકેશન ટૂલ Invidના ‘Keyframes’ ઓપ્શનનો ઉપયોગ કર્યો જેથી વીડિયોની અનેક ફ્રેમ સામે આવી. Invidમાં અમે પોતાને કોંગ્રેસી તરીકેની ઓળખ આપનાર રણજીત કુમાર શુક્લના ટ્વિટની લિંકનો ઉપયોગ કર્યો. જે પરિણામ આવ્યું તે નીચે મુજબ હતું.
  Invid
થી યુઝર્સ એક ક્લિકમાં ગૂગલની રિવર્સ ઈમેજ સર્ચ કરી શકે છે. વીડિયોથી મળેલી અનેક ફ્રેમમાંથી અમે એકને રિવર્સ સર્ચ કરી તો આવા પરિણામ મળ્યાં હતાં.

ગૂગલ રિઝલ્ટ પેજ પર એક વીડિયો જોવા મળ્યો યુ ટ્યુબ પર વીડિયોને ‘Ranaghat station’ ટાઈટલ સાથે અપલોડ કરવામાં આવ્યો હતો. તે વીડિયો છે જેને ગુજરાતનો બતાવીને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો છે. વીડિયોને ‘Esee News’નામની ચેનલે 24 સપ્ટેમ્બરના રોજ અપલોડ કર્યો છે.

   વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં અપલોડરે લખ્યું છે કે, ‘Ranaghat station; 2018 September 22 8.30am; Krishnanagar Bongaon local.’ પછી અમે ‘Krishnanagar Bongaon local’ ગૂગલમાં સર્ચ કર્યો ત્યારે ઈમેજીસ ટેબમાં વીડિયો મળ્યો જે 23 સપ્ટેમ્બરના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
જ્યારે ફેસબુક પર અમે ‘Ranaghat station’ કીવર્ડ સર્ચ કર્યું તો અભિનંદન ભટ્ટાચર્જી નામના યુઝરનો 23 સપ્ટેમ્બરનો અપલોડ કરેલો વીડિયો જોવા મળ્યો જેને અત્યાર સુધીમાં 22 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
  
ઉપરાંત અમે યુ ટ્યુબ પર ‘Indian Railway Station: Ranaghat Junction’ નામથી અન્ય એક વીડિયો મળ્યો. અમે વીડિયોને ધ્યાનથી જોયો અને તેની એક ફ્રેમને નકલી દાવા સાથે વાઈરલ થતાં વીડિયોના ફ્રેમ સાથે મેચ કર્યો. બન્ને ફ્રેમના એંગલ ભલે અલગ હોય પરંતુ તે સાબિત કરવા માટે કાફી છે કે સ્ટેશન ગુજરાતનું નહિ પરંતુ રાણાઘાટ જંક્શન છે

   ટાઈમ્સ ફેક્ટ ચેકને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયોમાં ગુજરાતના સ્ટેશનનો જણાવીને બિહાર અને યુપીવાળા પલાયન થઈ રહ્યાં છે તેવું કહીને ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે તે હકીકતમાં પશ્ચિમ બંગાળના રાણાઘાટ જંક્શનનો છે અને તેને નકલી દાવાઓ સાથે પોસ્ટ કરવામાં આવી રહ્યો છે.

(11:43 pm IST)
  • ચક્રવાતી તુફાન 'તિતલી 'ઓરિસ્સા તરફ આગળ વધ્યું :આગામી 48 કલાક રેડએલર્ટ:તિતલી ઓરિસ્સામાં ગોપાલપુર નજીક 530 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં અને આંધ્રપ્રદેશમાં કલિંગપટ્ટનમથી 480 કિલોમીટર પૂર્વ-દક્ષિણમાં છે:બંગાળની ખાડી ઉપર બનેલ દબાણનું ક્ષેત્ર તીવ્ર બનીને ચક્રવાતી તુફાન 'તિતલી 'માં પરિવર્તિત થયું :ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારા તરફ આગળ વધ્યું access_time 1:05 am IST

  • વાવાઝોડું તીતલી વહેલી સવારે રૌદ્ર સ્વરૂપ સાથે ઓરિસ્સા પહોંચશે:રસ્તામાં આવતા કાંઠાના ૫ જિલ્લાના વિસ્તારો ખાલી કરાવવા આદેશ:ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી ૮૩૬ શિબિરો તૈયાર:એન્ડીઆરાએફની ૧૦ સહિત ૧૮ બચાવ રાહત ટૂકડીઓ ખડેપગે access_time 12:42 am IST

  • રાજ્યના વન અને પર્યાવરણ વિભાગમાં બદલીઓ:રામ રતન નાલા કે જે ગાંધીનગર ફરજ બજાવતાં હતા તેમને સક્કરબાગના ડિરેક્ટર તરીકે નિમણૂક:પ્રદીપસિંહ ને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ટાસ્ક ફોર્સ જૂનાગઢ નિમણૂક કરાઈ :એમ,કે,વાળાને જૂનાગઢ સક્કરબાગથી ગાંધીનગર મુકાયા access_time 10:30 pm IST