Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

અમેરીકાના ધનકુબેરોમાં સ્થાન મેળવતા ૪ ભારતીય અમેરિકનઃ ર.૩ બિલીયન ડોલરની સંપત્તિ સાથે શ્રી રાકેશ ગંગવાલ ૩પ૪ મા ક્રમેઃ ર.ર બિલીયન ડોલરના માલિકો શ્રી વિનોદ ખોસલા, શ્રી નિરજ શાહ, તથા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ ૩૬૮ માં ક્રમે : ફોર્બ્સ મેગેઝીન દ્વારા ૩ ઓકટો. ર૦૧૮ ના રોજ જાહેર કરાયેલી યાદી

વોશિંગ્ટન :  ફોર્બ્સ મેગેઝીન દ્વારા ૩ ઓકટો. ર૦૧૮ ના રોજ જાહેર કરાયેલ અમેરિકાના ૪૦૦ ધનકુબેરોની યાદીમાં ૪ ભારતીય અમેરિકનોએ સ્થાન મેળવ્યું છે.

આ ૪ ભારતીય ધનકુબેરોાં  ર.૩ બિલીયન ડોલરની સંપતિ સાથે શ્રી રાકેશ ગંગવાલ ૩પ૪ માં ક્રમે છે. જયારે શ્રી વિનોદ ખોસલા, શ્રી નિરજ શાહ  તથા શ્રી કવિતાર્ક રામ શ્રીરામ એ ર.ર બિલીયન ડોલરની સંપતિ સાથે ૩૬૮ મું સ્થાન મેળવ્યું છે.

(9:15 pm IST)