Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઓસ્‍ટ્રેલીયાના સિડની-મેલબોર્નમાં મકાનોની કિંમતોમાં વધારો થતા ઓસ્‍ટ્રેલીયામાં સેટલ થવા માંગતા લોકો માટે માઠા સમાચાર

ઑસ્ટ્રેલિયા સેટલ થવા માંગતા લોકો માટે એક માઠા સમાચાર છે. તે હવે સિડની અને મેલબોર્નમાં નહિં રહી શકે. વડાપ્રધાન સ્કોટ મોરિસનની સરકારે દેશના સૌથી મોટા બે શહેરોમાં વિદેશીઓને વસવા દેવાની પરવાનગી આપવાની યોજના તૈયાર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયામાં દર 1 મિનિટે 1 વિદેશી વ્યક્તિ સ્થાયી થવા આવે છે. છેલ્લા ત્રણ દાયકામાં વિદેશથી ઑસ્ટ્રેલિયા સેટલ થનારા લોકોને કારણે દેશની વસ્તીમાં 50 ટકાનો વધારો થઈ ગયો છે. કારણે દેશનો આર્થિક વિકાસ ધીમો પડી ગયો છે અને જીવનધોરણ પણ નીચુ આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના લોકોને લાગી રહ્યું છે કે બહારથી આવતા લોકોને કારણે તેમને જીવનની ગુણવત્તા સાથે કોમ્પ્રોમાઈઝ કરવુ પડી રહ્યું છે.

સર્જાઈ છે તકલીફઃ

સિડની-મેલબોર્નમાં ઘરની કિંમતમાં ખૂબ વધારો થઈ ગયો છે. સડકો પર પણ બહારના લોકોએ કબ્જો કરી લીધો છે અને સાથે મજૂરીના વળતરમાં કોઈ વધારો થયો થી. અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી એલન ટજે મંગળવારે એક ભાષણમાં જણાવ્યું કે સિડની મેલબોર્નના બદલે નાના રાજ્યોમાં વધારે લોકો આવે તેના પર તે હવે ભાર આપી રહયા છે. સરકાર ઈચ્છે છે કે ઈમિગ્રન્ટ્સ શરૂઆતના થોડા વર્ષ નાના શહેરોમાં રહે. સરકારને આશા છે કે ઘણા લોકો નાના રાજ્યોને પોતાનું ઘર બનાવી લેશે.

અડધોઅડધ વસ્તીને અસર કરશે નિર્ણયઃ

ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા લેવાયેલા પગલા અડધો અડધ વસ્તીને અસર કરશે. ખાસ કરીને જે લોકોને મોટા શહેરમાં કામ કરવા માટે કંપનીની સ્પોન્સરશિપ નથી મળી અથવા તો ફેમિલી સાથે વિઝા નથી મળ્યા તેમના પર નિર્ણયની ઘેરી અસર થશે. સરકાર મોટા શહેર અને નાના શહેરોને રેલથી વધુ સારી રીતે કનેક્ટ કરવા અંગે પણ વિચારણા કરી રહી છે. આથી હવે ઓસ્ટ્રેલિયામાં સેટલ થવું હશે તો સિડની અને મેલબોર્ન ભૂલી જવા પડશે.

ભારતમાંથી સૌથી વધારે ઈમિગ્રન્ટ્સઃ

અમેરિકા, બ્રિટન અને યુરોપ જ્યારે ઈમિગ્રન્ટ્સ પર રોક લગાવી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઉલ્ટો રસ્તો અપનાવ્યો છે. સ્થાનિક પ્રવાસન કાર્યક્રમ અંતર્ગત નાણાંકીય વર્ષ 2017માં તેમણે 1,84,000 ઈમિગ્રન્ટ્સનું સવાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના અડધાથી વધુ લોકો માને છે કે ઓસ્ટ્રેલિયા આવનારા ઈમિગ્રન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે. તેમાંય ઈન્ડિયાથી ઓસ્ટ્રેલિયા જનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં 21 ટકા ભારતીયો, 15 ટકા ચીન અને 9 ટકા બ્રિટનના લોકો છે.

(5:40 pm IST)