Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા કમિટીને અનુદાન આપવાના મમતા મમતા બેનર્જીના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા હાઇકોર્ટ કર્યો ઇન્કાર

આ નિર્ણયને માત્ર રાજ્યની વિધાનસભા જ પડકારી શકે છે: મુદ્દો આગામી બજેટ બાદ ઉઠાવી શકાય

કોલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા રાજ્યમાં દુર્ગા પૂજા કમિટીઓને અનુદાન આપવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. અરજીનો સ્વીકાર કરવાનો ઈન્કાર કરતા કોલકત્તા હાઈકોર્ટે કહ્યું છે કે આ મુદ્દો આગામી બજેટ બાદ ઉઠાવી શકાય છે.

 રાજ્ય સરકારે તર્ક આપ્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સરકાર દ્વારા દરેક દુર્ગા પૂજા કમિટીઓને 10 હજાર આપવાના નિર્ણયના અમલીકરણનો હુકમ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં કુલ 28 હજાર દુર્ગા પૂજા કમિટીઓ છે.પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે કોર્ટ રાજ્ય સરકારના એક્ઝિક્યૂટિવ ઓર્ડરમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. આ નિર્ણયને માત્ર રાજ્યની વિધાનસભા જ પડકારી શકે છે. કોલકત્તા હાઈકોર્ટ દ્વારા સંબંધિત મામલાની પીઆઈએલ પર સુનાવણીનો ઈન્કાર કરાયો હોવાથી જાહેરહિતની અરજી નામંજૂર થઈ છે.

(4:52 pm IST)