Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્રને ઉમરકેદ:અન્ય 19ને ફાંસીની સજા:2004ના ગ્રેનેડ હુમલા કેસમાંચુકાદો

ઢાકા: બાંગ્લાદેશની એક કોર્ટે 2004ના ગ્રેનેડ હુમલા કેસમાં આજે 19 લોકોને મોતની સજા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સહિત 19 લોકોને ઉમરકેદની સજા સંભળાવી. આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતાં અને તે વખતની વિપક્ષી પાર્ટીના પ્રમુખ રહી ચૂકેલા શેખ હસીના સહિત લગભગ 500 લોકો ઘાયલ થયા હતાં. 

બાંગ્લાદેશના હાલના વડાપ્રધાન હસીનાને લક્ષ્ય બનાવતા આ હુમલો 21 ઓગસ્ટ 2004ની અવામી લીગની એક રેલી પર કરવામાં આવ્યો હતો. હસીના આ હુમલામાં બચી ગયા હતાં પરંતુ તેમની સાંભળવાની ક્ષમતાને થોડુંક નુકસાન થયું હતું. 

પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી લુત્ફોઝમાં બાબર તે 19 લોકોમાં સામેલ છે જેમને કોર્ટે સજાએ મોત સંભળાવી છે. લંડનમાં નિર્વાસનમાં રહેતા બીએનપીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રહેમાન અને 18 અન્યને ઉમરકેદની સજા સંભળાવવામાં આવી છે. 

તપાસમાં જાણવા મળ્યું કે રહેમાન સહિત બીએનપીનીત સરકારના પ્રભાવી જૂથે આતંકવાદી સંગઠન હરકતુલ જેહાદ અલ ઈસ્લામીના આતંકીઓ પાસે આ હુમલો કરાવવાની યોજના ઘડી હતી અને હુમલાને પ્રાયોજિત કર્યો હતો. 

(4:50 pm IST)