Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

બધી સ્કુલ-કોલેજો બંધ રાખવાના આદેશ

વાવાઝોડુ 'તિતલી' વળ્યું ઓરિસ્સા-આંધ્ર તરફ

ભુવનેશ્વરી તા. ૧૦ :.. ચક્રાવતી વાવાઝોડુ 'તિતલી' આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના કિનારા તરફ વળી ગયું છે. ઓરિસ્સા સરકારે લોકોના બચાવ અને કોઇની જાનહાની ન થાય તે માટેની પુરી તૈયારીઓ કરી લીધી છે. રાજયના બધા જીલ્લાઓને હાઇ એલર્ટ પર મુકી દેવાયા છે. અધિકારીઓને દરિયા કિનારા ના વિસ્તારોમાં કાચા ઘરોમાં રહેતા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવવાનું કહેવાયું છે. સરકારે સ્કુલ-કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને બુધવારથી બંધ રાખવાના આદેશ આપ્યા છે.

મંગળવારે બંગાળની ખાડી ઉપર બનેલું હળવા દબાણનું ક્ષેત્ર ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો તરફ વધી રહ્યું છે.  આ દરમ્યાન ભારતીય મૌસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું છે કે તે કલાકના ૧૦૦ થી ૧૧૦ કિ. મી. ની ઝડપે આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઓરિસ્સાના  ગોપાલપુરથી પ૬૦ કિ. મી. દક્ષિણ પૂર્વ અને આંધ્રના કલિંગ પટ્ટનમ થી પ૧૦ કિ.મી. પુર્વ-દક્ષિણ પુર્વ તરફ છે.

મોસમ વિભાગે બુધવાર અને ગુરૂવારે કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઓરિસ્સાના  મુખ્ય સચિવ એ. પી. પાધીએ જણાવ્યું કે પુરતી માત્રામાં ખાદ્ય પદાર્થોની સગવડ કરી લેવાઇ છે અને લોકોને રાહત શિબિરોમાં મોકલાઇ રહ્યા છે. ૩૦૦ મોટર બોટ પણ તૈયાર રખાઇ છે. (પ-૮)

(11:52 am IST)