Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

હાશ... આજે પેટ્રોલના ભાવ ન વધ્યાઃ ડિઝલમાં ૨૪ પૈસાનો વધારો

ગઇકાલે રૂપિયાની મજબુતી અસર સીધી જોવા મળીઃ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૮૨.૨૬ રૂપિયા

નવી દિલ્હી, તા.૧૦: રૂપીયાની મજબુતીની અસર પેટ્રોલના ભાવ પર સાફ જોવા મળી રહી છે. આજે પેટ્રોલનો ભાવ ઓછા થયા નથી પરંતું તેમાં વધારો પણ થયો નથી. બીજીબાજુ ડીઝલ ગાડી ઉપયોગ કરતા લોકોને આજે પણ રાહત મળી શકી નથી. ડીઝલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો નોંધવાના આવ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને દરેકને પરેશાનીમાં મૂકી દીધા છે રાહતની વાતએ છે કે આજે પેટ્રોલના ભાવમાં એક પૈસાનો વધારો પણ થયો નથી. દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૨૬ રૂપિયા પ્રતિલિટર વેચાઇ રહ્યું છે. જયારે ડિઝલના ભાવમાં ૨૪ પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં ડિઝલ ૭૪.૩૫ રૂપિયા પ્રતિ. લિટર વેચાઇ રહ્યું છે. કલકતામાં પેટ્રોલની કિંમત ૮૪.૦૯ રૂપિયા પ્રતિલિટર છે. જયારે ડિઝલનો ભાવ ૭૬.૨૦ રૂપિયા પ્રતિલિટરે પહોંચી ગયો છે. મુંબઇમાં પણ ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઇમાં પેટ્રોલ ૮૭.૭૩ રૂપિયા પ્રતિલિટર વેચાય રહ્યું છે. જયારે ડીઝલ ૭૭.૯૩ રૂપિયા પ્રતિલિટર વેચાઇ રહ્યું છે.

ચેન્નાઇમાં આવી જ સ્થિતિ છે ચેન્નાઇમાં પણ પેટ્રોલના ભાવ વધી રહ્યા નથી આજે ચેન્નાઇ પેટ્રોલ ૮૫.૫૦ રૂપિયા પ્રતિલિટર વેચાઇ રહ્યું છે. જયારે ડીઝલ ૭૮.૬૨ રૂપિયા પ્રતિલિટર વેચાઇ રહ્યું છે.(૨૨.૫)

(11:46 am IST)