Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

''હોમ ઓફ હોપ'': ભારતના જરૃરીયાતમંદ બાળકોને કોમ્યુટર એજ્યુકેશન તથા વોકેશ્નલ કોર્સ દ્વારા પગભર કરતી નોનપ્રોફિટ સંસ્થાઃ ૨૯ સપ્ટેંના રોજ યુ.એસ.ના કેલિફોર્નિયામાં યોજાયેલ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૪ લાખ ૫૦ હજાર ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ''હોમ ઓફ હોપ''ના ઉપક્રમે તાજેતરમાં ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર, મિલપિટાસ, કેલિફોર્નિયા મુકામે ૨૯ સપ્ટેં. ૨૦૧૮ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ઉપસ્થિત કોમ્યુનીટી અગ્રણીઓએ ૪ લાખ ૫૦ હજાર ડોલરનું ફંડ ભેગુ કરી દીધુ હતું. જે ભારતના જરૃરીયાતમંદે બાળકો માટે વપરાશે.

આ તકે 'હોમ ઓફ હોપ'ના લાભાર્થી સુશ્રી સ્વાતિ ઉદયને પોતાને મળેલી સહાયથી પગભર થઇ હાલમાં એમેઝોનમાં સિટલે વોશીંગ્ટન મુકામે નોકરી કરી ગૌરવભેર જીવન વીતાવતા હોવા અંગે આપવીતી વર્ણવી હતી. તેઓ આ પ્રોગ્રામના સહ ભાગીદાર હતા.

ઉલ્લેખનીય છે કે હોમ ઓફ હોપ દ્વારા ભારતના જરૃરિયાતમંદ બાળકોને કોમ્યુટર એજ્યુકેશન, વોકેશ્નલ કોર્સ, સહિતના શિક્ષણ દ્વારા પગભર કરે છે. જેનો ૧ થી ૧૨ ધોરણ સુધીના ૩૦ હજાર જેટલા સ્ટુડન્ટસએ લાભ મેળવ્યો છે.

(9:03 pm IST)