Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મૃત્યુ બાદ ઇનઅેક્ટીવ પાનકાર્ડનો દુરૂપયોગ ન થાય તે માટે કેન્સલ કરાવવાની સરળ પ્રક્રિયા

તમારી કોઈપણ આર્થિક લવેડદેવડ અને ઇન્કમ ટેક્સમ માટે પાનકાર્ડ ખૂબ જરુરી છે. બેંક એકાઉન્ટ ઓપન કરાવવું હોય, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ખોલાવું હોય કે પછી ITR ફાઇલ કરવું હોય, દરેક જગ્યાએ પાન કાર્ડની જરૂર પડે છે. જોકે ઘણાખરાને નથી ખબર હોતી કે પાન આપણા માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે વ્યક્તિની મોત બાદ તેને બંધ કરાવવું. ઘણીવાર ઇનએક્ટિવ પાન કાર્ડનો દુરઉપોયગ પણ થઈ શકે છે માટે આજે જાણી લો પાન કાર્ડ કેન્સલ કરાવવાની સરળ પ્રક્રિયા વિશે….

મૃત વ્યક્તિના પાન કાર્ડને કાયદાકીય વારસદાર અથવા સંબંધી રદ કરાવવા માટે એપ્લાય કરી શકે છે. જેના માટે ઇનકમ ટેક્સ વિભાગમાં એપ્લિકેશન આપવાની રહેશે. જો મૃત વ્યક્તિ ટેક્સપેયર હોય તો તેના કાયદેસરના વારસદાર અથવા એપ્લિકેશન આપનારને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે અને ટેક્સ પે કરવો પડશે. આ ટેક્સ ચૂકવવા માટે જે વ્યક્તિનું પાન રદ કરાવવાનું હોય તેના જ રુપિાયનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત પાન કાર્ડને રદ કરાવતા પહેલા આ વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઇએ.

પાન રદ કરાવવા માટે સંબંધિત નાણાકિય વર્ષમાં 1 એપ્રિલથી વ્યક્તિનું મોત થયું હોય ત્યાં સુધીના સમયનું રિટર્ન ભરવું પડશે. જે માટે વારસદાર સર્ટિફિકેટ અને મૃત્યુ પ્રમાણપત્ર પણ એપ્લિકેશનની સાથે આપવું પડશે. સાથે જ નોટરીનો શપથપત્ર પણ આપવાનો રહેશે. આ કામ ઓનલાઇન અને ઓફલાઇન, બંન્ને રીતે કરી શકાય છે.

ટેક્સ અને રિટર્ન ભર્યા બાદ એસેસમેંટ ઓફિસરને પાન રદ કરાવવા માટે લિખિત એપ્લિકેશન આપવી પડે છે. જેને ચેક કર્યા બાદ પાન રદ કરી દેવામાં આવશે. પાન રદ કરાવવાનું એપ્લિકેશન ઇનકમ ટેક્સ સંપર્ક કેન્દ્રમાં પણ આપવામાં આવે છે.

(12:00 am IST)