Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના અેરપોર્ટ ઉપર પવિત્ર હવાનું બોટલમાં ભરીને વેંચાણ

વિકાસના રસ્તા પર દોટ મૂકી રહેલા શહેરોમાંથી પાણીની પરબો ગાયબ થઈ રહી છે. હવે અહીં એક ગ્લાસ પાણી પણ રૂપિયા ખર્ચીને ખરીદવું પડે છે. ધીરે-ધીરે બધું જ બદલાઈ રહ્યું છે. થોડા સમય પહેલા ‘કાર્બન’ નામની એક શોર્ટ ફિલ્મ આવી હતી. ફિલ્મમાં બતાવાયું હતું કે વિકાસના કારણે દુનિયામાં હવા ખરાબ થઈ જાય છે. લોકોએ જીવતાં રહેવા માટે તાજી હવા ખરીદવી પડે છે. આ તો ફિલ્મની વાત હતી પણ ખરેખર હવે તાજી હવા બજારમાં મળે છે. તાજી હવાના કેનિસ્ટર માર્કેટમાં મળવા લાગ્યા છે.

100 ડોલરમાં 4 કેનિસ્ટર

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના એરપોર્ટ પર ‘પવિત્ર હવા’ને બોટલમાં ભરીને વેચવામાં આવે છે. હવા વેચનારી કંપની Kiwianaએ પોતાની આ પ્રોડક્ટ પર લખ્યું છે કે, “ન્યૂઝીલેન્ડની શુદ્ધ અને તાજી હવા’. 4 બોટલોના એક સેટને તમે આશરે 100 ડોલર એટલે કે 7400 રૂપિયામાં ખરીદી શકો છો.

130-140 શ્વાસ લઈ શકાય

કંપનીએ દાવો કર્યો છે કે બોટલમાં ભરેલી હવા દુનિયાની સૌથી પવિત્ર હવા પૈકીની છે. આ હવાને ન્યૂઝીલેન્ડના જાણીતા દક્ષિણના એલ્પસના પહાડોમાંથી એકત્ર કરવામાં આવી છે. આ હવાને 5 લિટરના કેનિસ્ટરમાં ભરીને વેચવામાં આવી રહી છે. દરેક કેનિસ્ટરમાંથી લગભગ 130-140 ઊંડા શ્વાસ લઈ શકાય છે. કેનિસ્ટરને તમે મોં અને નાક પાસે રાખીને તાજી હવાનો આનંદ લઈ શકો છો.

સાફ હવા ખરીદો…

આમ પણ આપણા દેશમાં દિલ્હીના લોકો દિવાળી બાદ સાફ હવા માટે માસ્ક પહેરે છે. લાગતું હતું કે હવા ખરીદવી પડશે તેવા દિવસો આવતાં વાર લાગશે પણ હવે હવા પણ વેચાઈ રહી છે.

(12:00 am IST)