Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વૈશ્વિક સ્તરે ગાંજાની માંગમાં દિલ્હી ત્રીજાક્રમે : ન્યુયોર્ક નંબરવન અને કરાચી બીજા સ્થાને : સર્વેનું તારણ

મુંબઈ ગાંજાની વપરાશમાં છઠ્ઠા ક્રમે : સર્વેમાં લિસ્ટમાં કાહિરા, લંડન, મોસ્કો અને ટોરન્ટોનો સમાવેશ

 

મુંબઈ : વૈશ્વિક સ્તરે ગંજાની માગમાં દિલ્હી ત્રીજા સ્થાને છે. લિસ્ટમાં અમેરિકાનો ન્યુયોર્ક શહેર ૭૭. મેટ્રિક ટન ગાંજાની વપરાશ સાથે પહેલા અને પાકિસ્તાનનો કરાંચી ૪ર મેટ્રિક ટન ગાંજાના વપરાશ સાથે બીજા ક્રમે આવે છે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ ગાંજાની વપરાશમાં છઠ્ઠા ક્રમે આવે છે. મુંબઈમાં આશરે ૩૮. મેટ્રિક ટન ગાંજાનો વપરાશ થાય છે.

 ર૦૧૮માં દિલ્હીમાં ૧૧ અબજ ૪૯ કરોડ રૂપિયાના ગાંજાનું વેચાણ થયુ હતું. આંકડા ર૦૧૮ના સર્વેના આધારે કાઢવામાં આવ્યા છે અને સર્વે જર્મનીની સંસ્થા એબીસીડીને કર્યો છે. જેની અંદર વિશ્વના ૧ર૦ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સર્વે અનુસાર, ગાંજાનો સૌથી વધારે સેવન કરનાર ટોચના શહેરોમાં ભારતના બે શહેર દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાનનો એક શહેર કરાંચી સહિત કાહિરા, લંડન, મોસ્કો અને ટોરન્ટોને સ્થાન આપવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના શહેરોમાં ગાંજાના સેવન ઉપર પ્રતિબંધ નથી જો કે, ટોરન્ટોમાં વર્ષની શરૂઆતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

(12:12 am IST)