Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને UNમાં રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાના નિવેદનોને ટાંક્યા

માનવઅધિકાર પરિષદમાં 115 પેજના દસ્તાવેજોનું ડૉઝિયર રજૂ કર્યુ

 

નવી દિલ્હી : પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવઅધિકાર પરિષદ (UNHRC) માં જમ્મુ-કાશ્મીર મુદ્દે 115 પેજના દસ્તાવેજોનું ડૉઝિયર રજૂ કર્યુ છે  જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 નાબુદ કર્યા બાદ  મુદ્દે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવઅધિકાર પરિષદમાં રાહુલ ગાંધી અને ઓમર અબ્દુલ્લાએ આપેલા નિવેદનોને ટાંકી કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા અત્યારચાર કરવામાં આવી રહ્યો છે તે સંદર્ભે ફરિયાદ કરી છે. પાકિસ્તાનના ડૉઝિયરનો અહેવાલ મીડિયામાં લીક થઈ ગયો છે.

 

રાહુલ ગાંધીએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે જમ્મુ-કાશીરના નાગરિકોની સ્વતંત્રતા સમાપ્ત થયે આજે 20 દિવસ થઈ ગયા છે. વિપક્ષ અને મીડિયા ક્રૂર અત્યાચારને જોઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના નાગરિકો પર બર્બરતા વર્તવામાં આવી રહી છે

પાકિસ્તાને ઓમર અબ્દુલ્લાના નિવેદનને ટાંક્યુ છે જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાંથી આર્ટિકલ-370 નાબુદ કરવી એકતરફી નિર્ણય છે. નિર્ણય ગેરકાયદેસર છે. નિર્ણય બાદ એક મુશ્કેલ અને લાંબી લડાઈ સામે આવી છે, જેની સામે લડવા અમે તૈયાર છીએ

(10:46 pm IST)