Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

નાણાં મંત્રી સિતારમણે કહ્યું: OLA-UBERના ઉપયોગથી દેશના ઑટો સેક્ટરમાં મંદી આવી

ઓટો ઉદ્યોગની મંદી માટે નાણામંત્રીએ OLA-UBER જવાબદાર ગણાવ્યું

ઑટો સેક્ટરમાં મંદીના કારણે દેશના વાહન ઉદ્યોગને છેલ્લા 21 વર્ષોમાં સૌથી ઓછા વેચાણનો સામનો કરવો પડી રહ્યો છે અને ઓગસ્ટ મહિનામાં 1997-98 બાદ ઓછું વેચાણ થયું છે. આ વચ્ચે સરકાર તરફથી ઑટો ઇન્ડસ્ટ્રીઝમાં સુસ્તીને લઇને ખુદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી છે.

મંદી મામલે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઓટો સેક્ટર ઓટો-મોબાઇલ ઇન્ડસ્ટ્રી BS6 સ્ટાન્ડર્ડ અને મિલેનિયલ્સના માઇન્ડ સેટથી સૌથી વધુ પ્રભાવિત છે. સીતારમણનું માનીએ તો મિલેનિયલ્સ આજકાલ ગાડી ખરીદવાની જગ્યાએ OLA-UBER નો ઉપયોગ કરી રહ્યા છે.

મંત્રીએ ઓટો સેક્ટરમાં ભારે મંદી માટે લોકોના માઇન્ડસેટમાં બદલાવ અને બીએ-6 મોડલને જવાબદાર ગણાવ્યું હતું. નાણાં મંત્રીએ કહ્યું કે, ઓટો મોબાઇલ સેક્ટરની સ્થિતિ માટે કેટલાય ફેક્ટર જવાબદાર છે. જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સાથે જોડાયેલ મામલે લોકોના માઇન્ડસેટ સામેલ છે.

(9:59 pm IST)