Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વિડીયો : સ્વામિનાયણ સંપ્રદાય સનાતન ધર્મનો હિસ્સો : મોરારીબાપુ માફી નહિ માંગે : સ્વામીઓ સનાતન ધર્મના દેવતાઓનું ઉલ્લંઘન નહીં કરે : ઇન્દ્રભારતીબાપુની જાહેરાત

ગિરનાર ક્ષેત્રમાં રાજ્યભરના સંતો અને સ્વામિનારાયણ સંપ્રાદયના સંતો વચ્ચેની બેઠકમાં સુખદ સમાધાન

જૂનાગઢ : :પૂ, મોરારીબાપુના નિવેદન  બાદ સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે થયેલા વિવાદનો આજે સાંજે સુખદ અંત આવ્યો છે ગિરનાર ક્ષેત્રમાં રાજ્યના સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે બેઠકમાં આ મામલે ચર્ચાઓ બાદ સુખદ સમાધાન થયું છે

    રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ગિરનાર તળેટીમાં સ્વામિનારાયણ સંતો અને રાજ્યભરના સંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. સનાતન ધર્મ એક છે અને એક રહેશે. સાધુઓએ કહ્યું કે આપણે સૌ હિંદુઓના દીકરા છે સાથે હતા અને સાથે રહીછે 

  બેઠક બાદ ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાય એક થયા છે અને હવે સ્વામિનારાયણ સંપ્રાદયના સ્વામીજીઓ સનાતન ધર્મના દેવતાઓ અંગે કોઈ ઉલ્લંઘન નહિ કરે અને એવી કોઈ ચેસ્ટા નહિ કરે ,ઇન્દ્રભારતીબાપુએ કહ્યું કે આગાઉ કહ્યું તેમ મોરારીબાપુ માફી માંગે અંગે અગાઉ કહ્યું તેમ હવે મોરારીબાપુ કોઈ માફી નહિ અને સ્વામિનારાયણ સંતો મોરારીબાપુ માફી માંગે તેવું નિવેદન નહીં કરે

  ઇન્દ્રભારતીબાપુએ કહ્યું કે હવેથી સ્વામિનારાયણ સંપ્રદાય પણ સનાતન ધર્મની જય બોલશે અને સનાતન ધર્મના કોઈ દેવતાઓ અંગે કોઈ ટિપ્પણી નહિ કરે કોઈ ઉલ્લંઘન  નહિ કરે

(9:23 pm IST)