Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મધ્યપ્રદેશની ઘટના

નરાધમ ગેંગ પકડાઇ : ૬૦ યુવતીઓ ઉપર કર્યો છે ગેંગરેપઃ પ્રેમી જોડાઓને શિકાર બનાવતી

ભોપાલ,તા.૧૦: એવા કેટલાક નરાધમો છે કે જેમના કૃત્યો રાક્ષસોને પણ શરમાવે એવા છે. અહીં એક એવી જ નરાધમ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગેંગ રેપ કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ એટલી હદે કામાંધ બની કૃત્યને અંજામ આપતી કે પ્રેમીની નજર સામે જ એની પ્રેમિકા પર ગેંગ રેપ કરતા. આ ગેંગે ત્રણ વર્ષમાં ૬૦ થી વધુ ગેંગ રેપને અંજામ આપ્યો છે. બૈતૂલ પોલીસે આ ગેંગને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના બૈતૂલ પોલીસે આ ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ ત્રણ વર્ષમાં ૬૦થી વધુ યુવતીઓને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. ગેંગ શહેરની બહાર એકાંતવાળા અને જયાં પ્રેમી જોડાઓ આવતાં હોય એવી જગ્યાઓને પસંદ કરતી અને ત્યાં યુવતીઓને શિકાર બનાવતી. એક યુવતીની ફરિયાદને આધારે પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પકડાયેલ ગેંગના સાત આરોપીઓ પાસેથી પોલીસે દેશી તમંચા અને અન્ય હથિયારો જપ્ત કર્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, સારણી રાનીપૂર રોડ તરફ એક ગેંગ ચિખલાર ઝરણાં અને સિહારીના જંગલમાં સૂમસામ જગ્યાએ આવનારા પ્રેમીઓ સાથે લૂંટ કરતી હતી. આ ગેંગ લૂંટ કર્યા બાદ પ્રેમીની નજર સામે જ એની પ્રેમિકા સાથે ગેંગ રેપને અંજામ આપતી હતી.

બદનામીના ડરથી યુવતીઓ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતી ન હતી. પરંતુ ગત ૬ સપ્ટેમ્બરે એક યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ૪ સપ્ટેમ્બરે જયારે તે એના મિત્ર સાથે બોલેરો ગાડીથી રાનીપુર રોડ તરફ ગયા હતા ત્યારે ચિખલારના જંગલમાં રોડ કિનારે ચાર અજાણ્યા શખ્સોએ તમંચાની અણીએ બંનેને સિહારીના જંગલમાં લઇ ગયા હતા અહીં રોકડ અને પર્સ સહિતની લૂંટ કર્યા બાદ આ શખ્સોએ તેણી પર ગેંગ રેપનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ ગમે તે રીતે ત્યાંથી બચીને ભાગી આવ્યા હતા.

આ ફરિયાદને આધારે પોલીસ તપાસમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, સોનાદ્યાટી નજીક શારદા દરવાર મંદિર સમાધિ સ્થળે છ સાત શખ્સો લૂંટ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેને આધારે પોલીસે ટીમ બનાવી દ્યેરાબંધી કરી આ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસને આ શખ્સો પાસેથી દેશી તમંચો, ૨ જીવતા કારતૂસ, તલવાર, લાકડીઓ, લોખંડનો રોડ, બેઝ બોલ બેટ, મરચાનો પાવડર સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી હતી.

પોલીસે આ શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૩૯૯, ૪૦૨ અને ૨૫, ૨૭ આર્સ એકટ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓ સાથેની પુછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો હાથ લાગી હતી. આરોપી અમર કિશોરી ઉઇકે, ગોલૂ ઉર્ફે જગદીશ બાબુલાલ યાદવે ૪ સપ્ટેમ્બરે પોતાના બે સાથી સાથે મળીને યુવક યુવતીને લૂટ્યા હતા અને મહિલા સાથે ગેંગ રેપ કર્યો હતો.

(3:44 pm IST)