Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

પબજી રમવાની ના પાડતાં પુત્રએ પિતાની હત્યા કરીઃ લાશના ટુકડા કરી નાખ્યા

રપ વર્ષીય યુવાન પૂત્રની ધરપકડઃ પોલીસ તપાસ જારી

બેંગલુરૂ તા.૧૦ : મોબાઇલ ગેમ પબજીની લત કેટલી ખતરનાક નીવડી શકે છે તેનો એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાના એક ૬પ વર્ષના પિતાએ પોતાના રપ વર્ષના દીકરાને પબજીની ગેમ ન રમવા દેતા તેણે પિતાની હત્યા કરીન લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. મૃતક શંકરપ્પા આ ઘટનાના ત્રણ મહિના પહેલાં જ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા હતા.આ ઘટના બેલગાવી જિલ્લાના સિદ્ધેશ્વરનગર કાકતીની છે. આ ઘટનાને વહેલી સવારે પા૦ચ વાગ્યે અંજામ આપવામાં આવ્યો હતો. પબજીની લતમાં ફસાયેલા યુવાનો પોતાની કરિયર બરબાદ કરી રહ્યા છ.ે એવા દિનપ્રતિદિન કિસ્સા વધતા જાય છે.

નિવૃત્ત પોલીસ કર્મચારી શંકરરપ્પા કુંબરને પબજી ગેમ રમવાના બાબતે પોતાના પુત્ર રઘુવીર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ પૂત્ર રઘુવીરે પોતાના પિતાના માથા અને પગ કાપીને હત્યા કરી નાખી હતી કે જેથી તે શાંતિથી મોબાઇલ ગેમ પબજી રમી શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર શંકરરપ્પા કુંબરે ઘરનું ઇન્ટરનેટ કનેકશન બંધ કરાવીને પુત્ર રઘુવીર સાથેથી મોબાઇલ ફોન લઇ લીધો હતો. ત્યારબાદ રઘુવીરે પરિવારના બાકીના સભ્યોને એક ઓરડામાં બંધ કરીને પોતાના પિતાની મારપીટ શરૂ કરી હતી અને ગુસ્સામાં તેણે પોતાના પિતાનું માથું અને પગ કાપીને તેમની લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.

પબજી ગેમ રમવા નહીં દેનાર પિતાની હત્યા કરનાર આ યુવાન મેન્ટલ ડિસઓર્ડરથી પીડાતો હોવાનું જણાવાય છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

(3:43 pm IST)