Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

૩-બી રિટર્ન મોડું ભરનારને રૂ.પ૦ દંડ ભરવામાંથી હાલ પૂરતી મુકિત

વેબસાઇટની સમસ્યાના કારણે અનેક વેપારીઓ રિટર્ન ભરી શકતા નથી

નવી દિલ્હી, તા. ૧૦ : વેબસાઇટની સમસ્યાના કારણે જે વેપારીઓ જીએસટીનું ૩-બી રિટર્ન ફાઇલ નથી કરી શકયા તેઓ માટે રાહતના સમાચાર છે. દર મહિનાની ર૦ તારીખે વેપારીઓને ૩-બી રિટર્ન ભરવાનું હોય છે.

આ રિટર્ન ભરવામાં એક પણ દિવસનું મોડું થાય તો તેમાં પ્રતિ દિવસ રૂ.પ૦નો દંડ વસુલે છે. આ દંડ ઉપર હાલ પૂરતી બ્રેક વાગતા વેપારીઓને રાહત મળી છે.

આ રિટર્ન ભરવામાં એક જ દિવસનું મોડું થાય તો નીલ રિટર્ન ભરપાઇ નહીં કરનાર પાસેથી પ્રતિ દિવસના રૂ. ર૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. જયારે રિટર્ન ફાઇલ મોડું કરનાર વેપારી પાસેથી રૂ.પ૦નો દંડ વસુલ કરવામાં આવે છે. તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં એએપી એન્ડ સન્સ કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી છે. તેમાં હાઇકોર્ટે ૩-બી રિટર્ન મોડું ભરનાર પાસે વસુલવામાં આવતા દંડ પર હાલ પૂરતો સ્ટે આપવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં ૩-બી રિટર્ન મોડું ભરનાર વેપારી પાસેથી જીએસટી વિભાગ દંડ વસુલી શકશે નહીં.

જો કે હાઇકોર્ટના ચુકાદામાં વેપારીઓના હિતમાં નિર્ણય આવે તો દંડ ભરવાનો રહેશે નહીં, પણ જો જીએસટી વિભાગ એક સાથે વસુલાત પણ લઇ શકે છે.

વેપારી દ્વારા કરવામાં આવેલા વેચાણ અને ખરીદ અંગેનું જીએસટી ૩-બી રિટર્ન માસ પૂર્ણ થયા બાદ બીજા માસની ર૦ તારીખ સુધીમાં ભરી દેવાનું હોય છે. તેમાં જે વેપારીએ સમગ્ર માસ દરમિયાન ખરીદ કે વેચાણ કર્યું ન હોય તેને નીલ રિટર્ન ભરવાનું હોય છે. જયારે ખરીદ-વેચાણ કરનાર વેપારીએ ઇન્વોઇસ સહિતની વિગતો સાથેનું રિટર્ન ફાઇલ કરવાનું પણ હોય છે.

(3:42 pm IST)