Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આજે કાશ્મીર પ્રશ્ને માનવાઅધિકાર પરિષદમાં ભારત પાકિસ્તાનના જુઠ્ઠાણાનું પર્દાફાશ કરશે

પાકિસ્તાને તૈયાર કયુ ૧૧૧૫ ખાતાનું જુઠ્ઠાણુ : પાક વિદેશ મંત્રી પહેલા ઝેર ઓકશેઃ સાંજે ભારત છોતરા કાઢશે

નવી દિલ્હી,તા.૧૦:પાકિસ્તાન જયાં સંયુકત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારનો મામલો ઉઠાવવાનો પ્રયત્ન કરશે. ત્યાં ગિલગીટ-બલુચિસ્તાનમાં મોટા પાયે તેમની સેના દ્વારા કરવામાં આવી રહેલા માનવાધિકારનું ઉલ્લંધનની અવગણના કરવામાં આવી રહી છે. જે પાકિસ્તાનના કબજા હેઠળ આવેલા જમ્મુ-કાશ્મીરનો એક ભાગ છે. આ સાથે જ બલુચિસ્તાનમાં પણ માનવાધિકારનું ઉલ્લંદ્યન કરવામાં આવી રહ્યું છે. યૂએનએતઆરસીનું ૪૨માં સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે અને આગામી સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં ૧૯ સપ્ટેમ્બર પહેલા પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દા પર પ્રસ્તાવ જાહેર કરવાની આશા છે અને ભારત તેનો જવાબ આપવા માટે તૈયાર છે.

સત્રમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશીના ભારત વિરૂદ્ઘ મોરચો સંભાળવાની આશા છે. પાકિસ્તાનમાં પોતાની સેવાઓ આપી ચુકેલા ભારતીય વિદેશ સેવા (આઇએફએસ)ના સેવાનિવૃત્ત્। અધિકારી વિષ્ણુ પ્રકાશે કહ્યું, પાકિસ્તાન એક હતાશ રાષ્ટ્ર છે અને તેનો તેની ખેલ પુરો થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, પાકિસ્તાન તેની બોર્ડર અંદર લઘુમતિઓ પર માનવાધિકાર હનન મામલે અવગણના કરી રહ્યું છે. એટલું ડ નહીં તેઓ ગિલગીટ-બલુચિસ્તાનમાં માનવાધિકારોનું હનન કરી રહ્યાં છે, જે પાકિસ્તાનના કબજાવાળું ક્ષેત્ર છે. તેમણે આ સાથે જ બલુચિસ્તાનમાં બલુચ લોકોની સાથે કરવામાં આવી રહેલા અત્યાચારનો પણ સંદર્ભ આપ્યો હતો.

પાકિસ્તાન ભારત દ્વારા જમ્મુ તેમજ કાશ્મીરને વિશેષ રાજયનો દરરજો આપનાર આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ આ મામલે દરેક આંતરરાષ્ટ્રિય મંચ પર ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેમણે ગત મહિને તેના મિત્ર ચિનની મદદથી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિશ્વ નિકાયથી આ મામલે કોઇ પણ ઔપચારિક નિવેદન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા.

હવે પાકિસ્તાનને લાગે છે કે, યૂએનએચઆરસી આ મામલે ઉઠાવવા માટે શ્રેષ્ઠ મંચ છે, જયારે ભારત તેને પોતાનો આંતરિક મામલો ગણે છે. યૂએનએચઆરસીમાં સંયુકત રાષ્ટ્રના ૪૭ દેશ સામેલ છે. આ દેશોને સંયુકત રાષ્ટ્ર મહાસભા દ્વાર પસંદ કરવામાં આવ્યા છે.

(3:24 pm IST)