Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આજે વર્લ્ડ સુસાઇડ પ્રીવેન્શન ડે

દર ૪૦ સેકન્ડે ૧ વ્યકિત કરે છે આત્મહત્યા

વિશ્વભરમાં ૭૯ ટકા આત્મહત્યા નિમ્ન મધ્યમ ઇન્કમવાળા દેશોના લોકો કરે છે

નવી દિલ્હી,તા.૧૦:who દ્વારા આત્માહત્યા પર પહેલી વૈશ્વિક રીપોર્ટ આવ્યા બાદ થી છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય આત્માહત્યા રોકવાની રણનિતિ બનાવનાર દેશોની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હજુ પણ તેની  સંખ્યા ફકત ૩૮ છે જે ખુબજ ઓછી છે અન્ય દેશો અને સરકારોને પણ આ દિશામાં આગળ વધીને પ્રભાવી પગલું ભરવાની જરૂરીયાત છે ૧૦ સપ્ટેમ્બરે વિશ્વઆત્માહત્યા રોકથામ દિવસના અવસર પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ જાણકારી આપવામાં આવી.

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક ૪૦ સેકેન્ડે આતમ્હત્યાથી એકનું મૃત્યુ થઈ રહ્યું છે. એટલેકે રોજ ૩૬૦૦ વ્યકિત આપદ્યાત કરી રહી છે. દર વર્ષે યુધ્ધથી પણ વધુ વ્યકિતઓ આત્મદ્યાતથી મરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે પ્રસિધ્ધ કરેલા અહેવાલમાં માનવજાતની આ દારૂણ પરિસ્થિતિનો ચિતર આપવામાં આવ્યો છે. ગળેફાંસો ખાઈ લેવો ઝેરી દવા ગટગટાવી લેવી, પોતાની જાતને ગોળીએ વિંધી નાખવીએ આત્મહત્યાન હવે સામાન્ય પ્રથા બની ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સરકારોને આત્મદ્યાત નિવારવા યોજનાના અમલની હિમાયત કરી લોકોનેતેમાંથી બહાર આવવા મદદરૂપ થઈ આત્મદ્યાતી પગલાઓ લેતા લોકોને બચાવી લેવા અનુરોધ કર્યો છે.

આત્મહત્યાએ વૈશ્વિક મુદો બની ગયો છે. તમામ વય જુથ, જાતી, પ્રદેશમાં વૈશ્યિકધોરણે આપદ્યાતમાં દુનિયાને દ્યણુ ગુમાવવું પડે છે. 'હું ના અહેવાલ મુજબ આપદ્યાત એ યુવાનોમાં મૃત્યુનું બીજા નંબરનું મહત્વનું કારણ બની ગયું છે. માર્ગ અકસ્માત પછી ૧૫ થી ૨૯ વષના યુવાનોનું આપદ્યાતમાં મૃત્યુ થાય છે. તેવી જ રીતે ૧૫ થી ૧૦વર્ષની ટીનએજ કિશોરોમાં પણ આપદ્યાતનું પ્રમાણ વધ્યું છે. જયારે ટીનએજ છોકરીઓ કરતા છોકરાનું પ્રમાણ ઓછુ છે. દર વર્ષે મેલેરીયા, સ્તનકેન્સર, યુધ્ધ કે અન્ય કારણથી થતા મૃત્યુથી વધુ દર વર્ષે ૮ લાખ લોકો આપદ્યાતથી મોત મેળવે છે.

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૬ દરમિયાન આપદ્યાતનું પ્રમાણ ૯.૮ ઘટવા પામ્યું છે. જયારે અમેરિકામાં ૨૦૧૦થી ૧૬ દરમિયાન આ પ્રમાણે ૬્રુ વધ્યું હતુ.

આ અહેવાલમાં જણાવાયું છે કે સમૃધ્ધ દેશોમા મહિલા અને પુરૂષોમાં આપદ્યાતનું પ્રમાણ ત્રણ ગણુ ઉંચુ છે. તેનીસામે મધ્યમ આવક ધરાવતા અને ગરીબ દેશોમાં આ પ્રમાણે સરખુ રહેવા પામ્યું છે. 'હુ'ના આપઘાત નિવારણ ડાયરેકટર ગ્રેબ્રેશિયસે જણાવ્યું હતુ કે અમે સમગ્ર વિશ્રના દેશોને આપદ્યાત નિવારણ અભિયાનના રાષ્ટ્રીય સુરક્ષા માટે આવરી લેવા હિમાયત કરી છે. આપદ્યાત નિવારણ માટે જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાની ખાસ જરૂર છે.

મોટાભાગે આપઘાત જંતુનાશક દવાથી થાય છે. જંતુનાશક દવાઓથી મોટાભાગે આપઘાત થાય છે.

શ્રીલંકાને ટાંકીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યુંં હતુ કે શ્રીલંકામાં જંતુનાશક દવાઓ પર નિયંત્રણ હોવાથી અન્ય દેશોની સરખામણીમા શ્રીલંકામાં આપદ્યાતનું પ્રમાણ ૭૦ ઓછુ છે અને ૧૯૯૫ થી ૨૦૧૫ સુધીમાં અંદાજે ૩૦૦૦ જીંદગીઓ મચી હતી.

ભારતની જ વાત કરીઓ તો ઘઉંમાં નાખવાના ટીકડા અને કપાસમાં છાંટવાની દવાઓ બજારમા પાનમાવાની જેમ સરળતાથી મળી જાય છે. અહી કેટલીક દવાની દુકાનમાંથી દ્યેનની દવાઅને ઉધરસની દવા નશા માટે વાપરવામાં આવતી હોવાથી લોકોને સરળતાથી મળતી નથી પણ એગ્રોની દુકાનેથી ગમે તેને ઘઉંમાં સેલફોસના ટીકડા, ઉંદર, માંકડ મારવાની દવા, કપાસની દવા સહેલાઈથી મળી જાય છે. આપદ્યાતનું પ્રમાણ દ્યટાડવા માટે જંતુનાશક દવાના પ્રતિબંધના વિચારનો અમલ કરવા જેવો છે.

(3:24 pm IST)