Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હવે તેજસ એક્સપ્રેસના મુસાફરોને હોટલ બુકીંગ,ટેક્સી અને બેગેજ સુવિધા અપાશે

ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરશે.

નવી દિલ્હી : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) દિલ્હી-લખનૌ અને મુંબઈ -અમદાવાદ વચ્ચે દોડનારી તેજસ એક્સપ્રેસના મુસાફરો માટે હોટેલ બુકીંગ, ટેક્સી અને બેગેજની સુવિધા આપવાની યોજના બનાવી છે. આ અંગે રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે.યાદવે જણાવ્યું હતું કે ભારતીય રેલવેની સબસિડિયરી IRCTC સૌપ્રથમ વખત આ સુવિધા આપી રહી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ ઉપરાંત તે વ્હિલચેર સુવિધાની પણ આપશે.

વી.કે. યાદવે જણાવ્યું હતું કે રેલવે ટૂંક સમયમાં ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની માફક હવે રેલવે પણ ખાનગી કંપનીઓને ટ્રેનોના સંચાલનની મંજૂરી આપશે. તેઓએ કહ્યું હતું કે આ વિષય પર લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે તેમજ ઘણી કંપનીઓ તેમાં રસ દાખવ્યો છે.

   તારે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે દિલ્હી - લખનૌ અને અમદાવાદ - મુંબઈ રુટ પર ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન IRCTCને સોંપશે. આ એક ટ્રાયલ હશે, જો તે સફળ થશે તો અન્ય રુટ્સની જવાબદારી પણ IRCTCને આપવામાં આવશે

  . સૂત્રોના જણાવ્યાં અનુસાર આ બંને રુટ્સ પર તેજસ એક્સપ્રેસનું ભાડું ફ્લેક્સિબલ હશે અને તે IRCTC દ્વારા નક્કી કરવામાં આવશે. આ બાબતે તૈયાર કરવામાં આવેલ બ્લ્યુપ્રિન્ટ અનુસાર IRCTCને આ બંને રુટ્સ પર ત્રણ વર્ષ માટે તેજસ એક્સપ્રેસ ચલાવવાની જવાબદારી આપવામાં આવશે

(1:50 pm IST)