Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

હવે પાઈપલાઈનથી નેપાળ પહોંચશે તેલ: દક્ષિણ એશિયાનો પહેલો ક્રોસ-બોર્ડર પ્રોજેક્ટ શરૂ: પીએમ મોદીએ કર્યું ઉદ્ધાટન

પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સાથે વીડિયો કોન્ફરન્સિંગની ઉદ્ધાટન કર્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોતિહારી અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. આ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદની પાઈપલાઈન છે.

પ્રધાનમંત્રી  મોદીએ મોતિહારી અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. આ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદની પાઈપલાઈન છે. પીએમ મોદીએ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સાથે વીડિયો કોન્ફરન્સિંગની મદદથી આ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું હતું.

આ સમયે પીએમ મોદીએ કહ્યું કે 2015ના વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળે પુનનિર્માણનું બીડું ઉઠાવ્યું ત્યારે ભારતે પડોશી અને નજીકના મિત્રના નાતે પોતાના હાથ સહયોગ માટે આગળ વધાર્યા. મને આનંદ છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લામાં અમારા સહયોગથી ફરી ઘર વસી રહ્યા છે. સામાન્ય લોકોના માથે ફરી છત મળી છે.

(1:39 pm IST)