Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

કલ્યાણસિંહની ૩ પેઢી રાજકારણમાં છે

પોતે ગર્વનર બન્યા અને ફરી ભાજપમાં જોડાયા : પુત્ર સાંસદ છે : પૌત્ર રાજયકક્ષાનો નાણામંત્રી

 લખનૌઃ ગવર્નર તરીકે પ વર્ષનો કાર્યકાળ પુરી કરી ઉ.પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણસિંઘ ફરી ભાજપમાં જોડાઇ ગયા છે. આ પૂર્વે ૩ વખત તેઓ ભાજપ છોડી ચુકયા છે. રાજયપાલ પદનો કાર્યકાળ પુરો થતા હવે તેમને મળતું બંધારણીય સંરક્ષણ દુર થયું છે. જેથી સીબીઆઇ પણ તેમની વિરૂધ્ધ બાબરી ધ્વંશ કેસમાં આરોપી તરીકે જોડવા સીબીઆઇ કોર્ટે સમક્ષ દોડેલ છે.

બાબરી ધ્વંશ કેસમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, મહંત નૃત્ય ગોપાલદાસ, સાધ્વી ઋતંભરા વિ. સાથે કલ્યાણસિંઘ  પણ એક આરોપી છે. પરંતુ તેઓ ગર્વનર -રાજયપાલ હતા તેથી ૫ વર્ષ સુધી બંધારણીય જોગવાઇ મુજબ તેમને આરોપી તરીકે સીબીઆઇ બોલાવી શકી ન હતી.

દરમિયાન ૮૭ વર્ષના કલ્યાણસિંઘ ફરી એક વખત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહજી હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરી પ્રાથમીક સભ્ય બન્યા છે. તેમનો પુરો પરીવાર ભાજપમાં મોટા હોદા ધરાવે છે. તેમના પુત્ર અને એટાથી ચૂંટાયેલ રાજવીરસિંહ ભાજપના સાંસદ છે અને ઉ.પ્ર.ના રાજયકક્ષાના તેમના પૌત્ર સંદિપસિંહ  ઉ.પ્ર.ના રાજયકક્ષાના નાણામંત્રી છે. આ બંને હાજર રહેલ.

(11:25 am IST)