Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

સ્ટ્રો- ઇયર બડસ- ફુગ્ગા - ઝંડા- પાતળી પ્લાસ્ટીકની થેલી સહિત ૧૨ પ્રકારની પ્લાસ્ટીકની પ્રોડકટ ઉપર મૂકાશે પ્રતિબંધ

સિગારેટનું ઠુઠુ વિશ્વમાં સૌથી મોટુ પ્લાસ્ટીક પ્રદુષણ ગણાય છેઃ ૨૦૦ મીલી લીટરથી નાની બોટલો ઉપર પણ બેન મુકાશે

નવી દિલ્હી, તા.૧૦: સિગારેટના ઠુંઠાને દુનિયામાં સૌથી મોટુ પ્લાસ્ટિક પ્રદુષણ માનવામાં આવે છે. એટલે જ દેશમાં એક વખત જ ઉપયોગ થતા પ્લાસ્ટિક (સીંગલ યુઝ) ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવા માટેની કેન્દ્ર સરકારની યાદીમાં તેને પણ સામેલ કરવામાં આવ્યું છે. સ્ટ્રો, ઇયર બડસ, ફુગા, ઝંડા, પ્લાસ્ટિક સ્ટીકસ, પાતળી પ્લાસ્ટિકની થેલીઓ (પ૦ માઇક્રોનથી ઓછી), નોન ચાલુ છે કેરી બેગ જેવા ૧૨ પ્રકારના પ્લાસ્ટિક પ્રદુષક કેન્દ્રિય પ્રદુષણ નિવારણ બોર્ડ (સી પી સી બી)ના લીસ્ટમાં સામેલ છે. જેના પર પ્રતિબંધ મુકવાની ભલામણ છે.

સિગારેટના ઠુંઠામાં ફિલ્ટર હોય છે, જે મોટા ભાગે સેલ્યુલોઝ એસિટેટમાંથી બનાવાય છે, જે એક પ્રકારનું પ્લાસ્ર્ટિક હોય છે. સીપીસીબીએ પહેલીવાર સીંગલ યુઝ પ્લાસ્ટિકની વ્યાખ્યા નકકી કરી છે. તેના અનુસાર નાશ અથવા રિસાયકલ પહેલા ફેકતા એકવાર પેકેજીંગમાં ઉપયોગમાં લેવાતા ફેંકવા યોગ્ય પ્લાસ્ટિક, જેનો નાશ નથી થતો અને કચરાના ઢગલા, લેન્ડફીલ અથવા રોડ રસ્તા પર એમને એમ ફેંકી દેવાય છે, તે આપણી વનસ્પતિ અને જીવજંતુઓના આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર રીતે હાનિકારક હોય છે.

બેવરેજીસ કંપનીઓને આમાં  થોડી રાહત મળી શકે છે કેમ કે ૨૦૦ મીલી થી નાની બોટલોને જ પ્રસ્તાવિત પ્રતિબંધવાળી યાદીમાં મુકાયેલ છે. સરકારનો ઉદેશ એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવાનો છે. સરકારના આ પગલાની જાહેરાત વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં કરી હતી. તેમણે મરૂસ્થળીકરણ વિરૂધ્ધ લડાઇ માટેના ૧૪માં સંયુકત રાષ્ટ્ર સંમેલનમાં પણ પોતાના ભાષણમાં કહ્યું હતું મારી સરકારે આગામી વર્ષોમાં ભારતમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકને સમતલ કરવાની જાહેરાત કરી છે. મારૂ માનવું છે કે હવે સમય આવી ગયો છે કે દુનિયાભરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક પર રોક લગાવવાની પહેલ કરવામાં આવે.

(11:24 am IST)