Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

શશિ થરૂરે કોંગ્રેસને આપ્યા બે ઝટકા!

સોફટ હિન્દુત્વ પોલીટીકલ બાદ કહ્યુ હું કાયમ માટે કોંગ્રેસમાં નથી આવ્યો!

નવી દિલ્હી તા.૧૦: કોંગ્રેસના તેજતર્રાર નેતા શશિ થરૂર અને વિવાદસ્પદ નિવેદન માટે જાણીતા છે. તાજેતરમાં જ સોફટ હિન્દુત્વ પોલીટીકલ અંગે નિવેદન કર્યુ અને તેમણે કોંગ્રેસને સોફટ હિન્દુત્વ પોલીટીકસ અંગે જીવનભર માટે કોંગ્રેસમાં નથી આવ્યા.

કોંગી નેતા શશિ થરૂરે ૨૪ કલાકમાં બે મોટા નિવેદન આપ્યા છે. પહેલા સોફટ હિન્દુત્વ પોલીટીકસ માટે ધડાકો કર્યા બાદ હવે તેમણે કહ્યુ છે કે હું જીવનભર માટે  કોંગ્રેસ પાર્ટીમાં નથી જોડાયો

ગઇકાલે નવી દિલ્હીમાં યોજાયેલ યુવક કોંગ્રેસના સમારંભમાં શશિ થરૂરે જણાવ્યુ હતુ કે હું કોંગ્રેસમાં એટલા માટે આવ્યો હતો કે મારી આજીવન કારર્કીદી નહતી. મારુ માનવુ હતુ કે પ્રગતિશીલ ભારત માટે અને દેશની ઉન્નતી માટે કોંગ્રેસ સારૂ માધ્યમ છે. પરંતુ એ વિચારો ને હું મત કે બેઠક માટે બલીદાન ન કરી શકુ.

શશિ થરૂરે જણાવ્યુ હતુ કે વિરોધપક્ષમાં હોવાના કારણે દેશની અંદર હું સરકારની આલોચના કરૂ પરંતુ દેશની બહાર હું સરકાર ની સાથે છુ.

તેમણે પત્રકારોને જણાવ્યુ હતુ કે ભારતની અંદર શું થાય છે તેની સાથે પાકિસ્તાનને કોઇ લેવા નથી ભારતમાં જે થતુ હોય તે ભારતનો વ્યકિતગત મામલો છે. દેશની અંદર વિપક્ષી નેતાને કારણે હું સરકારની આલોચના કરૂ પરંતુ દેશની બહારના  મામલે અમે અને સરકાર બધા એક છીએ. અને પાકિસ્તાનને કોઇ તક ન આપી શકીએ.  શશિ થરૂરના જણાવ્યા મુજબ સૌ પ્રથમ તો એ વાત કે પાકિસ્તાન શુ કરે છે તેની સાથે અમારે કોઇ લેવા દેવા નથી. બીજીવાત એ કે પાકિસ્તાને ગીલકોટ, બલીસ્તાન અને પીઓકેના દરજ્જામાં જે ફેરફારો કર્યા છે તેથી તે આપણને શુ કર્યુ તેના પર કોઇ આંગળી ઉઠાવી ના શકે

(10:46 am IST)