Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

આર્થિક અને સામાજિક અસમાનતા તે વચ્ચે અનામત જરૂરીઃ આરએસએસ

લાભાર્થીઓને લાગે કે જરૂરી છે, ત્યાં સુધી અનામત રહેવી જોઈએ

નવી દિલ્હીઃ અનામતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અનામતને જાળવી રાખવાનો પક્ષ રાખ્યો છે. રાજસ્થાનના પુષ્કરમાં ચાલી રહેલી સમન્વય બેઠક બાદ સંઘ દ્વારા આ વાત કરવામાં આવી. સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું કે, RSS બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું સંપૂર્ણપણે સમર્થન કરે છે. સમાજમાં આર્થિક અને સામાજીક અસમાનતા છે અને તે વચ્ચે અનામતની પણ જરૂરી છે.

બેઠકના અંતિમ દિવસે તેમણે કહ્યું કે, સમાજમાં આજે પણ આર્થિક અને સામાજીક અસામાનતા છે, તેવામાં બંધારણ દ્વારા આપવામાં આવેલા અનામતનું અમે સમર્થન કરીએ છીએ. અનામતની સમીક્ષા થવા પર જણાવ્યું કે, આ નિર્ણય લેવો તેની સાથે જોડાયેલા લોકો અને નીતિ નિર્ધારકોનું કામ છે. જો કે તેમણે કહ્યું કે, અનામત ત્યાં સુધી રહેવું જોઈએ જયાં સુધી તેના લાભાર્થીઓને લાગે છે કે તે જરૂરી છે.

(10:45 am IST)