Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ઓઇલ કંપનીઓની પીછેહટ?

પેટ્રોલ ડિઝલના ભાવમાં દૈનિક ફેરફાર બંધ થયો હોવાના નિર્દેશો

૪૩ દિવસ સુધી પેટ્રોલનો ભાવ સ્થિર

નવી દિલ્હી તા ૧૦  : PSI ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડિઝલના ભાવ દૈનિક ધોરણે નિર્ધારીત કરવાની બે વર્ષ જુની પ્રક્રિયા બંધ કરી હોય એવું લાગે છે. ઇંધણના ભાવનું વિશ્લેષણ દર્શાવેછે કે, કંપનીઓએ  છેલ્લા ત્રણ મહિનાના લગભગ અડધોઅડધ દિવસોમાં ભાવમાં ફેરફાર કર્યો ન હતો અને કોઇ કારણ વગર ઘણા દિવસો સુધી ભાવ સ્થિર રાખ્યા હતા.

IOC, BPCL અને HP એ જુન ૨૦૧૭થી પેટ્રોલ ડિઝલના ભાવમાં દૈનિક ધોરણે ફેરફારની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ આ ત્રણ કંપનીઓએ ત્રણ વર્ષ સુધી દર પખવાડીયે ભાવમાં ફેરફારની નીતી અપનાવી હતી. ઉલ્લેખનીય છે કે, IOC, BPCL અને HP રિટેલ માર્કેટનો લગભગ ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. બે વર્ષથી આઇલ માર્કેટીંગ કંપનીઓ ચૂંટણીના ગાળા સિવાય લગભગ રોજ ભાવમાં ફેરફાર કરતી હતી. જોકે IOC ની વેબસાઇટ પર ઉપલબ્ધ  ડેટાના વિશ્લેષણ અનુસાર જુનથી ઓગસ્ટના ત્રણ મહિનામાં કંપનીઓએ ૪૩ દિવસ સુધી  પેટ્રોલ અને ૪૭ દિવસ સુધી ડિઝલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. આમ તો ત્રણેય PSU,  ઓઇલ માર્કેટીંગ કંપનીઓના ભાવમાં ફેરફાર સામાન્ય રીતે સરખો હોય છે, તેના પ્રતિ લિટર ભાવમાં થોડા પૈસાનો તફાવત હોઇ શકે.

જુન-ઓગસ્ટના ગાળામાં ડીઝલનો ભાવ સતત ૧૩ દિવસ અને અને પેટ્રોલનો ભાવ ૮ દિવસ સુધી સ્થિર રહયો હતો. નવ વખત ડીઝલના ભાવમાં સતત ચાર કે વધુ દિવસ સુધી નોંધાયો ન હતો. પેટ્રોલ માટે સતત આઠ દિવસ સુધી આવું થયું હતું.

(10:44 am IST)