Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

બોલો, આ ભાઇને કારમાં હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થયો

લખનૌ તા. ૧૦: ઉત્તર પ્રદેશના અલીગઢમાં પીયૂષ વર્ષનેય નામના ભાઇને હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવવા બદલ ઇ-ચલાન મળ્યું હતું અને એ માટે પ૦૦ રૂપિયાનો દંડ થયો ોહતો. આ વાત નવા ટ્રાફિકના નિયમ સાથે જરાય જોડાયેલી નથી, પરંતુ નવા નિયમો આવ્યા એ પહેલાંની છે. ર૭ ઓગસ્ટે પીયૂષ પોતાની કાર લઇને કયાંક જતો હશે એ વખતે ટ્રાફિક કેમેરાએ એની તસવીરો લઇને હેલ્મેટ ન પહેરવા બદલ પ૦૦ રૂપિયાના દંડનું ચલાણ તેના ઘરે મોકલી આપ્યું હતું. નવાઇની વાત હતી કે એમાં જે વાહનનો નંબર લખેલો છે એ પણ તેની કારનો જ છે. કાર હોવા છતાં હેલમેટ ન પહેરવાનો દંડ કેવી રીતે? આ વાતનો વિરોધ કરવા માટે હવે ભાઇસાહેબ હેલ્મેટ પહેરીને કાર ચલાવે છે. તે બધાને કહેતો ફરે છે કે ફરીથી તેને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ થાય એનો ભય લાગે છે અને એટલે તે કોઇ ચાન્સ લેવા નથી માગતો. જયારે ટ્રાફિક પોલીસને આ વાત પૂછવામાં આવી ત્યારે તેમણે સફાઇ આપતાં કહ્યું કે આવું કયારેક સિસ્ટમની એરરને કારણે થઇ શકે. વેરિફિકેશન કરતાં જો સિસ્ટમની ભૂલ જણાશે તો અમે દંડ રદ કરી દઇશું.

(10:43 am IST)