Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

મહારાષ્ટ્રમાં ૩૮ વર્ષની મહિલા ૨૦મી વખત ગર્ભવતી થઇઃ ૯ દીકરી-૧૧ દીકરા છે

પ્રથમ વખત હોસ્પિટલમાં ડીલીવરી કરાવશે

બીડ/લાતુર, તા.૧૦: દેશની વધી રહેલી વસ્તીને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચિંતા વ્યકત કરી રહી છે, જયારે મહારાષ્ટ્રની એક મહિલા ૨૦મી વખત ગર્ભવતી થઇ હોવાની આશ્ર્ચર્યજનક વાત પર સોમવારે પ્રકાશ પડયો હતો.

 

બીડમાં રહેતી ૩૮ વર્ષની મહિલા ૨૦મી વખત સાત મહિનાથી ગર્ભવતી હોવાનું ડોકટરે જણાવ્યું હતું. ગોપાલ સમાજની લંકાબાઇ નામની મહિલાને એક સ્થાનિક આરોગ્ય અધિકારીએ જોઇ હતી અને તેના ૨૦મી વખત સગર્ભા થવાની વાત જાણીને આશ્ર્ચર્યમાં મુકાયા હતાં. બીડ જિલ્લાના ડો. અશોક થોરાતે જણાવ્યાનુસાર લંકાબાઇની નવ દીકરી અને ૧૧ દીકરા છે.

મહિલાની હાલત વિશે જાણતાં તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને તે સંબંધી અમુક ટેસ્ટ કરાયા હતાં. જોકે, માતા અને બાળકનું સ્વાસ્થ્ય સારું હોવાનું જાણવા મળ્યું હતું. થોરાતે જણાવ્યાનુસાર લંકાબાઇની પ્રસૂતિ હોસ્પિટલમાં પ્રથમ વખત થઇ રહી છે. સ્વાસ્થ્ય અંગેનું જોખમ ઊઠાવવું ન જોઇએ તેની સલાહ આપવામાં આવી હતી. બે મહિલા બાદ તેની પ્રસૂતિની તારીખ કાઢીને ડોકટરે સમયસર ચેકઅપ કરાવવા માટે કહ્યું હતું.

લાતુર જિલ્લાના નિલંગા તાલુકામાં આવેલી મહિલાને ૧૦થી ૧૨ સંતાન હોય છે. અન્સર વાડી નામના ગામમાં ગામે ગામે ભિક્ષા માગીને જીવન જીવનારા ગોપાળ સમાજ રહે છે. આ સમાજમાં એવી અસંખ્ય મહિલાઓ છે જેના ઓછામાં ઓછા ૧૫થી ૨૦ બાળકો હોય છે. ઉપરાંત બાળકોના નામ માટેની મૂંઝવણ થતી હોવાથી ભાજી, ભાકરી, ગાંજા, દારૂ, ગોળી, બંદૂક, સુપારી જેવાં નામો રાખવામાં આવતા હોવાની આંચકાજનક બાબત પર પ્રકાશ પડયો હતો.

(10:03 am IST)