Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

રાજસ્થાન સરહદેથી પાકિસ્તાની યુવક ઝડપાયો : બાડમેરના મુનાબવામાંથી બીએસએફે પકડ્યો

તાર નીચેથી ધુસણખોરી કરતા ઝડપાયેલ યુવક પસેથી પાકિસ્તાની નાણાં મળ્યા : સઘન પૂછપરછ

 

જયપુર : બીએસએફએ રાજસ્થાનના બાડમેરના મુનાબાવા વિસ્તારમાં એક પાકિસ્તાની યુવકની ધરપકડ કરી છે. પાકિસ્તાની યુવક સરહદ પર નાખેલા તાર નીચેથી નિકળીને ભારતમાં પ્રવેશ્યો હતો. સુરક્ષા એજન્સી યુવકની પૂછપરછ કરી રહી છે.

 જાણવા મળ્યા મુજબ પકડાયેલા યુવક પાસેથી કેટલાક પાકિસ્તાની રૂપિયા પણ મળી આવ્યા છે. પાકિસ્તાની યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન દ્વારા ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(8:42 am IST)