Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ક્રિકેટર મોહમ્મદ શમીને રાહત: ધરપકડ વોરંટ પર અલીપુર કોર્ટનો પ્રતિબંધ: 2જી નવેમ્બરે સુનાવણી

મોહમ્મદ શમી અને તેના ભાઈ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી થયું હતું

 

મુંબઈ : ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રાહત મળી છે કોર્ટે શમી અને તેના ભાઈ હસીબ અહેમદ વિરુદ્ધ કાર્યવાહી પર સ્ટે આપ્યો છે. શમીના વકીલ સલીમ રહેમાને જણાવ્યું હતું કે અલીપુર કોર્ટમાં જિલ્લા જજ રાય ચટ્ટોપાધ્યાયે આદેશ આપ્યો હતો. હવે બે મહિના પછી મામલો કોર્ટમાં સાંભળવામાં આવશે. એટલે કે મામલે 2 નવેમ્બરથી સુનાવણી થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટે 2 સપ્ટેમ્બરના રોજ મોહમ્મદ શમી અને તેના ભાઈ વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કર્યું હતું. કોર્ટે શમીને 15 દિવસમાં સમર્પણ કરવાનું કહ્યું હતું. શમી સામે ઘરેલું હિંસાનો કેસ નોંધવામાં આવ્યો છે.

(12:00 am IST)