Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

‘‘યુધ્‍ધ અભ્‍યાસ’’ : ભારત તથા અમેરિકા વચ્‍ચે પરસ્‍પરના સંરક્ષણ માટે વોશીંગના શરૂ કરાયેલી ‘‘જોઇન્‍ટ મિલ્‍ટ્રી પરેડ’’: ૬ સપ્‍ટે. થી શરૂ થયેલી પરેડ ૧૮ સપ્‍ટે. ર૦૧૯ સુધી ચાલશે

વોશીંગ્‍ટન : ભારત તથા યુ.અેસ. વચ્‍ચે પરસ્‍પરના સંરક્ષણ માટે ૬ સપ્‍ટે. ર૦૧૯ થી અમેરિકાના વોશીંગ્‍ટનમાં જોઇન્‍ટ મીલ્‍ટ્રી પરેડ શરૂ કરાઇ છે.

‘યુધ્‍ધ અભ્‍યાસ’ નામથી શરૂ કરાયેલ આ જોઇન્‍ટ પરેડ ૧૮ સપ્‍ટે. ર૦૧૯ સુધી ચાલશે. જેનો હેતુ યુદ્ધ સમયે બંને દેશો વચ્‍ચે પરસ્‍પર મદદ કરવાનો છે. જે અંતર્ગત દુશ્‍મનોને ભરી પીવા બંને દેશોના સૈનિકો યુદ્ધમાં રક્ષણ માટેના રોમેન્‍ટીક કાર્યક્રમો રજૂ કરશે તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.

બંને દેશો વચ્‍ચે છેલ્‍લા ૧પ વર્ષથી આ જાતની જોઇન્‍ટ પરેડ યોજવામાં આવે છે. જે અેક વર્ષે ભારતમાં તથા બીજા વર્ષે અમેરિકામાં યોજાય છે.

(8:38 am IST)