Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

ભારત ચંદ્ર ઉપર જઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં યુવક યુવતીઓને સાથે બેસી ચા પીવાની પણ મનાઈ ? : લાહોરમાં આવેલી યુનિવર્સીટી ઓફ એન્જીનીઅરીંગ એન્ડ ટેક્નોલોજીના ફરમાનનો ભારે વિરોધ થતા પાછું ખેંચવાની ફરજ પડી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના લાહોરમાં આવેલી  યુનિવર્સીટી ઓફ એન્જીનીઅરીંગ એન્ડ ટેક્નોલોજીના સંચાલકોએ કેન્ટીનમાં યુવક યુવતીઓને સાથે બેસી ચા પીવાની મનાઈ ફરમાવતા વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ભારત ચંદ્ર ઉપર જઈ રહ્યું છે અને પાકિસ્તાનમાં યુવક યુવતીઓને  સાથે બેસી ચા પીવાની પણ  મનાઈ ?

સ્ટુડન્ટ્સના વિરોધ અને સોશિઅલ મીડિયામાં પણ લોકોના ઉહાપોહને ધ્યાને લઇ સંચાલકોએ તેમનું ફરમાન પાછું ખેંચવાની ફરજ પડી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)