Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનઃ કોંગ્રેસના નેતાઓ-કાર્યકરોની અટકાયત

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને ડૉલરની અપેક્ષામાં રુપિયાની કિંમત ગગડવાના કારણે ભાજપ સરકાર સામે કોંગ્રેસે બંધનું એલાન કર્યું છે. બંધને લઈને કોંગ્રેસનો દાવો છે કે 21 વિરોધી પક્ષો અને ઘણાં વેપારી સંગઠનોએ બંધને સમર્થન આપ્યું છે. તરફ ગુજરાતમાં પણ બંધની અસર દેખાવાની શરુ થઈ રહી છે. ક્યાંક સ્વયંભૂ બંધ પાળામાં આવી રહ્યો છે તો ક્યાંક કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ રસ્તા પર આવી રહ્યા છે.

ગુજરાત સરકારે ભારત બંધ પર શું કહ્યું?

અમે પેટ્રોલ ડિઝલના ભાવથી ચિંતિત છીએ. દેશ હિતમાં જે કરવાનુ છે તેના માટે યોગ્ય નિર્ણય સરકાર લેશે. કોંગ્રેસ મનમોહનસિંહના વહિવટને યાદ કરે: આઈ કે જાડેજા.

કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયત

વિક્રમ માડમ સહિત જામનગરના ત્રણ ધારાસભ્યોની અટકાયત, કાલાવાડના ધારાસભ્યની પણ અટકાયત- મીડિયા રિપોર્ટ્સ

સુરેન્દ્રનગર જતી બસને અટકાવાઈ

બંધને પગલે સુરેન્દ્રનગર જતી એસટી બસને સાણંદ પાસે રોકવામાં આવી. બંધના કારણે સાત ડેપો બંધ, પોરબંદર અને સુરેન્દ્રનગરના એસટી ડેપો સવારથી બંધ. મહેસાણાની લોકલ બસ સેવાને પણ બંધના કારણે અસર પડી રહી હોવાનું સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં જણાવવામાં આવી રહ્યું છે.

ગોધરાઃ બંધને સફળ બનાવવાનો પ્રયાસ

ગોધરાના દાહોદમાં કોંગ્રેસના મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ બંધને સફળ બનાવવા માટે પેટ્રોલ પંપ બંધ કરાવવા માટે પહોંચ્યા.

બંધ પર સરકારનું નિવેદન

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બંધ પર વાત કરીને કહ્યું કે- અમારી સરકારે મોંઘવારી ઘટાડવાના પ્રયાસો કર્યા છે અને મોટાભાગે તેમાં સફળતા પણ મળી છે. દેશની જનતા સમજે છે કે, પેટ્રોલની કિંમતોમાં વધારો થવામાં સરકારનો કોઈ હાથ નથી. ભારત બંધ અસફળ રહ્યું છે, દરમિયાન થયેલી હિંસાથી ઘણું દુઃખ થયું છે.

ભાજપ કાર્યાલય પર કોંગ્રેસના કાર્યકર્તા

બંધને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દુકાનો, સ્કૂલ-કૉલેજ અને પેટ્રોલ પંપ બંધ કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ બંધને વધારે વેગવંતું બનાવવા માટે ખાનપુરમાં આવેલા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે. પોલીસે ભાજપના કાર્યાલય પર પહોંચેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

બંધ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

બંધ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે તમામ વિરોધ પક્ષ એક સાથે બેઠા છે, અમે ભાજપને હટાવવાનું કામ કરીશું. વધુમાં રાહુલે કહ્યું કે- પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો પર વડાપ્રધાન કશું નથી કરતા. ગબ્બર સિંહ ટેક્સ (GST)ના કારણે ભ્રષ્ટાચાર વધ્યો છે. વડાપ્રધાને નોટબંધી કરી અને નાના વેપારોને ખતમ કરી નાખ્યા. રાફેલ (ડીલ) પર સવાલ ઉઠાવવામાં આવે છે તો વડાપ્રધાન તેનો જવાબ નથી આપતા.

કાલોલમાં પેટ્રોલ-ડીઝલના ભાવનો વિરોધ

બંધ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંચમહાલના કાલોલમાં કારને દોરડા વડે ખેંચીને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવનો વિરોધ કર્યો.

ઉત્તરપ્રદેશઃ બંધની અસર

કોંગ્રેસની આગેવાનીમાં વિરોધી દળો દ્વારા કરાયેલા ભારત બંધના એલાન વચ્ચે લખનૌમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ.

મધ્યપ્રદેશઃ કોંગ્રેસે કરી તોડફોડ

મધ્યપ્રદેશમાં દેશવ્યાપી બંધ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ પંપમાં ઘૂસીને કરી તોડફોડ.

વાદઃ બંધ દરમિયાન પૂતળા દહન

કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાન દરમિયાન અમદાવાદમાં પૂતળા દહન કરી રહેલા કાર્યકર્તાઓને પોલીએ અટકાવ્યા.

બંધના સમર્થનમાં બેઠેલા મનમોહનસિંહે શું કહ્યું?

મોદી સરકારે ઘણાં એવા પગલાં ભર્યા, જે દેશ હિતમાં નહોતા. સરકારને બદલવાનો સમય જલદી આવશેઃ મનમોહનસિંહ, પૂર્વ વડાપ્રધાન

મુંબઈઃ બંધની અસર

ભારત બંધના કારણે મુંબઈના પરેલ વિસ્તારમાં જ્વેલર્સ અને અન્ય વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખીને બંધને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

વાદઃ બંધ સફળ બનાવવા રસ્તા પર કોંગ્રેસ

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નાગરવેલ હનુમાન વિસ્તારમાં રસ્તા પર ઉતરીને બંધને સફળ બનાવવાનો પ્રયાસ.

વડોદરાઃ નરેન્દ્ર રાવતની અટકાયત

વડોદરામાં સવારથી બંધને સફળ બનાવવા માટે રસ્તા પર ઉતરી આવેલા કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા નરેન્દ્ર રાવતની પોલીસે અટકાયત કરી છે. નરેન્દ્ર રાવત કાર્યકર્તા અને અન્ય સ્થાનિક નેતાઓ સાથે પેટ્રોલ બંધને બંધ કરવા માટે પહોંચ્યા હતા અને બાબાતની જાણ થતાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો વિરોધ

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની સામે પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, NCP ચીફ શરદ પવાર અને શરદ યાદવ સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત વિરોધી પાર્ટીના નેતાઓએ હાજરી આપી.

રાજકોટમાં બંધ

રાજકોટમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં બજારો સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે તો કેટલાક વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લોકોને બંધ પાળવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસે બંધ પળાવવા માટે રસ્તા પર ઉતરી આવેલા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે.

અમદાવાદઃ બંધ સફળ બનાવવા પ્રયાસ

સુરત, વડોદરા અને હવે અમદાવાદમાં કોં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સ્કૂલ-કૉલેજો અને પેટ્રોલ પંપને બંધ કરવાના પ્રયાસ શરુ કરાયા છે. મણિનગર બાદ હવે ચાંદખેડામાં પણ સ્કૂલો બંધ કરાઈ છે. દાંણીલિમડામાં કોંગ્રેસના કાર્યરર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને બંધને સફળ બનાવવા માટેના પ્રયાસ કર્યા છે.

કોંગ્રેસનો બંધને સફળ બનાવવા પ્રયાસ

કોંગ્રેસ દ્વારા બંધને સફળ બનાવવા માટે સવારથી પ્રયત્નો શરું કરી દેવામાં આવ્યા છે. તરફ અમદાવાદમાં મણિનગરની સેવન ડે સ્કૂલ બંધ કરાવવામાં આવી છે. સિવાય શાહપુરની સ્કૂલ બંધ કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. શહેરમાં બંધને સફળ બનાવવા માટેના પ્રયાસો શરુ થઈ ગયા છે.

પેટ્રોલ પંપ પર પહોંચ્યા નેતા

વડોદરામાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અને કાર્યકર્તાઓ પેટ્રોલ પંપ બંધ કરાવવા માટે પહોંચી ગયા હતા. રાવતે સ્થાનિક મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે લોકોનો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના કારણે આક્રોશ છે. વડોદરામાં સેન્ટ જોસેફ સ્કૂને પણ કોંગ્રેસ દ્વારા બંધ કરાવવામાં આવી છે. એટલે કે બંધને સફળ પ્રતિસાદ મળે તે માટે સવારથી કોંગ્રેસ દ્વારા કવાયત શરુ કરી દેવામાં આવી છે.

એસટી તંત્રનો નિર્ણય

તરફ સુરેન્દ્રનગરમાં એસટી તંત્ર દ્વારા તમામ રુટોની બસોને બંધના પગલે બંધ કરવાનો નિર્ણય સલેવામાં આવ્યો છે. કોંગ્રેસના બંધના એલાનને પગલે બસોને નુકસાન ના થાય તેને ધ્યાનમાં રાખીને એસટી તંત્રએ 50થી વધુ રુટોની બસોને બંધ કરવામાં આવી છે.

ભરુચમાં બંધના કારણે ચક્કજામ

બંધને સફળ બનાવવા માટે ભરુચમાં હાઈવે પર ટાયરો સળગાવવામાં આવ્યા છે. જેના કારણે રસ્તા પર લાંબી કતારો થઈ ગઈ છે. રસ્તા વચ્ચેવચ્ચ ટાયરો સળગાવવામાં આવ્યા હોવાથી સવારથી ટ્રાફીક થંભી ગયો છે. રસ્તા પર વાહનોની એક કિલોમીટર કરતા પણ લાંબી કતાર થઈ ગઈ છે, અને કતારમાં વધારો થઈ રહ્યો છે.

ટાયર સળગાવાયા

તરફ ભીલોડામાં બંધને સફળ બનાવવા માટે કેટલાક લોકો વહેલી સવારે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરવા માટે રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. હાઈવે પર ધસી આવેલા ટોળાએ જ્વલંતશીલ પદાર્થનો ઉપયોગ કરીને રસ્તા પર ગોઠવેલા ટાયરો સળગાવીને બંધને સફળ બનાવવા પ્રયાસો કર્યા હતા. સિવાય રાજ્યના રાજકોટ, ભાવનગર વગેરે શહેરોમાં પણ બંધને સફળ બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બંધને પગલે ચૂસ્ત બંદોબસ્ત

બંધને પગલે કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે રાજ્યમાં મહત્વની જગ્યાઓ પર વહેલી સવારથી જ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગાંધીનગર અમદાવાદ હાઈવે સહિતની જગ્યાઓ પર સવારથી પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આમ છતાં કોંગ્રેસ દ્વારા સ્કૂલો અને અન્ય જગ્યાઓ પર બળજબરી કરીને બંધને સમર્થન આપવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(5:31 pm IST)