Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સમયે મફત વસ્તુઓ આપવાના વિવાદ મુદ્દે વિચાર વિનિમય કરવા માટે કમિટીની રચનામા શામેલ થવા સામે ચૂંટણી પંચને વાંધો : સુપ્રીમ કોર્ટે વિપક્ષી સભ્યો, ચૂંટણી પંચ ,ભારતીય રિઝર્વ બેંક અને અન્ય હિતધારકોની બનેલી એક નિષ્ણાત કમિટીની રચના કરવા ભલામણ કરી હતી : કમિટીમાં શામેલ થવાના સૂચનથી વર્ષોથી જમાવેલી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હોવાની ચૂંટણી પંચની રજુઆત

ન્યુદિલ્હી : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે બંધારણીય સત્તા હોવાના કારણે, ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો દ્વારા મફતમાં વસ્તુઓ આપવાનું વચન આપવાના મુદ્દે વિચાર-વિમર્શ કરવા માટે નિષ્ણાત કમિટીનો ભાગ બનવું તેના માટે સમજદારીભર્યું નથી.ચૂંટણી પંચએ કહ્યું છે કે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા કરવામાં આવેલા મૌખિક અવલોકનોએ સંસ્થાની પ્રતિષ્ઠાને  નુકસાન પહોંચાડ્યું છે.

તાજેતરમાં, સર્વોચ્ચ અદાલતે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરાયેલી અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકાર, વિપક્ષી સભ્યો, ECI, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને અન્ય હિતધારકોની બનેલી એક નિષ્ણાત સંસ્થાની રચના કરવા વિચારણા કરી હતી. પિટિશનમાં માંગણી કરાઈ હતી કે રાજકીય પક્ષોને ચૂંટણી પહેલા મતદારોને મફતનું વચન આપતા અટકાવો.

બંધારણીય સત્તા હોવાને કારણે પંચ માટે નિષ્ણાત સમિતિનો ભાગ બનવાની ઓફર કરવી તે યોગ્ય ન હોઈ શકે, ખાસ કરીને જો નિષ્ણાત મંડળમાં મંત્રાલયો અથવા સરકારી સંસ્થાઓ હોય.

આ મામલાની છેલ્લી સુનાવણી દરમિયાન CJI રમણાએ નોંધ્યું હતું કે ચૂંટણી પંચે સ્ટેન્ડ ન લેવાથી આ સ્થિતિ સર્જાઈ હતી.

જો કે, ECI એ એક નિષ્ણાત સંસ્થાની સ્થાપનાને આવકારતા અભિપ્રાય આપ્યો કે તે ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતાના હિતમાં તેની હાલની માર્ગદર્શિકાઓને મજબૂત કરી શકે છે.

પંચે ઉમેર્યું હતું કે કુદરતી આફતો/રોગચાળા દરમિયાન, જીવનરક્ષક દવા, ખોરાક, ભંડોળ વગેરે પ્રદાન કરવું એ જીવન માટે આર્થિક તારણહાર હોઈ શકે છે પરંતુ સામાન્ય સમયમાં, તેને "મફત" તરીકે ઓળખવામાં આવે છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)