Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

સેન્સેક્સમાં ૩૬ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી ૧૦ પોઈન્ટ વધ્યો

વૈશ્વિક બજારમાં મંદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી : આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી સેક્ટરના શેરમાં વેચવાલીથી બજાર પર દબાણ જોવા મળ્યું

મુંબઈ, તા.૧૦ : મેટલ સેક્ટરના શેરમાં ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો અને તે રિકવરી સાથે બંધ થયા. આ દરમિયાન સેન્સેક્સ ૩૬ પોઈન્ટ ઘટીને ૫૮,૮૧૭ પોઈન્ટ પર બંધ થયો હતો.

બીજી તરફ નિફ્ટી ૧૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૫૩૫ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.

ભારતીય શેરબજારો બુધવારે સપાટ બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારમાં મંદીની અસર સ્થાનિક બજારમાં જોવા મળી હતી. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી સેક્ટરના શેરમાં વેચવાલીથી બજાર પર દબાણ જોવા મળ્યું હતું.

તે જ સમયે, મેટલ સેક્ટરના શેરમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો અને તે રિકવરી સાથે બંધ થયા. આ દરમિયાન સેન્સેક્સ ૩૬ પોઈન્ટ ઘટીને ૫૮,૮૧૭ પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી ૧૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૫૩૫ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો.

બુધવારના ટ્રેડિંગ સેશનમાં બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ અને એશિયન પેઇન્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો. બીજી તરફ હિન્દાલ્કો, કોલ ઈન્ડિયા, યુપીએલ, ટાટા સ્ટીલ, એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ ટોપ ગેનર હતા.

 

(7:40 pm IST)