Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રસ્‍તામાં પડેલા ખાડાથી કંટાળી જનતાઃ ધારાસભ્‍યની સામે ખાડામાં ઉભા રહી લોકોએ કર્યા યોગા

મલ્લપુરમ, તા. ૧૦ : રસ્‍તા પરના ખાડા ભલભલા લોકોને સાંધાનો દુખાવો કરી નાખે. આ વાત બતાવવા માટે કેરલના મલપ્‍પુરમમાં લોકોએ અનોખ વિરોધ પ્રદર્શન કર્યો હતો . મલપ્‍પુરમના પાંડિક્કડ ગ્રામ પંચાયતના નિવાસી નઝીમ અને તેના અમુક મિત્રોએ વિરોધ કરવાનું નક્કી કરી રસ્‍તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીમાં તાાન કર્યું હતું.જ્‍યારે આ વિસ્‍તારના ધારાસભ્‍ય ત્‍યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્‍યારે તેમની સામે જ તેમણે આ પ્રકારે વિરોધ કર્યો હતો. જો કે, હવે આ સમગ્ર પ્રકરણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં નઝીમ એક ખાડામાં જોવા મળે છે. આ દરમિયાન મંજૂરી ધારાસભ્‍ય યૂએ લતીફ આ ખાડામાંથી પસાર થઈ રહ્યા છે. જેવુ આ ધારાસભ્‍ય પ્રદર્શનને જુએ છે, તેઓ આ યુવક સાથે વાત કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતરીને આવે છે. જો કે, વિરોધ કરતા લોકોએ તેમની સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. પોતાના વિરોધને પ્રતિકાત્‍મક રીતે રજૂ કરવા માટે ધારાસભ્‍યની સામે યોગ મુદ્રામાં નમીઝ ઉભો રહી ગયો હતો. જો કે, સોશિયલ મીડિયા પર લોકો હવે આ વિરોધ પ્રદર્શનના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નઝીમે જણાવ્‍યું હતું કે, તેમનો ઉદ્દેશ્‍ય અલગ રીતે કંઈક વિરોધ કરવાનો હતો. જેથી હકીકત જનતા અને સંબંધિત અધિકારીઓને બતાવી શકાય. તેમાંથી ૧૦ લોકો મલપ્‍પુરમના અલગ અલગ વિસ્‍તારમાંથી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું હતું. જ્‍યાં છેલ્લા ત્રણ મહિનાથી રોડની સ્‍થિતિ અત્‍યંત ખરાબ થઈ ગઈ છે. જ્‍યારે વરસાદને રોડની હાલત દયનિય બનાવી દીધી છે.

(3:13 pm IST)