Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આર્ટિસ્‍ટે અનોખી રીતે બતાવી દેશભકિતઃ પોતાની આંખમાં તિરંગો પેઇન્‍ટ કરાવ્‍યો

ચેન્નઇ તા. ૧૦ : ૧૫મી ઓગસ્‍ટ પહેલા ભારતીયો અલગ-અલગ રીતે પોતાની દેશભક્‍તિ બતાવી રહ્યા છે. કોયંબટૂરના એક મિનિએચર આર્ટિસ્‍ટ યૂએમટી રાજાએ સ્‍વતંત્રતા દિવસ પહેલા પોતાની આંખની અંદર તિરંગો પેઇન્‍ટ કરાવીને અનોખી રીતે દેશભક્‍તિ વ્‍યક્‍ત કરી છે. આર્ટિસ્‍ટે પોતાની જમણી આંખના સ્‍ક્‍લેરલ ભાગ પર તિરંગો પેઇન્‍ટ કરાવ્‍યો છે. આર્ટિસ્‍ટે વીડિયો પણ પોસ્‍ટ કર્યો છે.

જનતામાં દેશભક્‍તિની ભાવના વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ બધા દેશવાસીઓને ‘હર ઘર તિરંગા' પહેલ અંતર્ગત પોતાના ઘર પર રાષ્ટ્રીય ધ્‍વજ ફરકાવવાની વિનંતી કરી છે. આ સિવાય પીએમ મોદીએ દેશવાસીઓને સ્‍વતંત્રતા દિવસ પહેલા ૨ થી ૧૫ ઓગસ્‍ટ દરમિયાન સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પોતાની પ્રોફાઇલને રાષ્ટ્રીય ધ્‍વજમાં બદલવા માટે પણ કહ્યું છે.

આ અંતર્ગત કોયંબટૂર જિલ્લાના કુનિયામુથુરના આર્ટિસ્‍ટ યૂએમટી રાજાએ ભારતીય તિરંગો પોતાની આંખ પર પેઇન્‍ટ કરાવ્‍યો છે. આવું કરવા માટે તેણે ઇંડાની ખાલની અંદર સફેદ ભ્રૂણ પર એક પાતળા કાપડ જેવી ફિલ્‍મ પર રાષ્ટ્રીય ધ્‍વજના લધુચિત્રને ચિત્રિત કર્યો અને કલાકો એકાગ્રતા સાથે આંખના શ્વેતપટલ પર ચિપકાવ્‍યો હતો.

આર્ટિસ્‍ટે કહ્યું કે રાષ્ટ્રીય ધ્‍વજ પર જન જાગરુકતા વધારવા માટે આવું કર્યું છે. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રીય ધ્‍વજ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં આંખમાં તિરંગો બતાવવામાં આવ્‍યો છે. લોકોએ તેને આવું ના કરવાની સલાહ આપી હતી કારણ કે ચિકિત્‍સા વિશેષજ્ઞોએ ચેતવણી આપી હતી કે આ પ્રકારે કરવાથી આંખમાં એલર્જી અને ખંજવાળ થશે. જયારે તેનાથી સંક્રમણ વધારે જોખમી બને છે.

(10:59 am IST)