Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બિકીની પહેરવાને કારણે પ્રોફેસરે નોકરી ગુમાવવી પડી

કોલકતા,તા. ૧૦ : વ્‍યક્‍તિએ શું પહેરવું જોઇએ એ ખરેખર તો તેની અંગત પસંદગીનો વિષય છે, પરંતુ પ્રોફેસરે પહેરેલા કપડાને કારણે તેમણે નોકરીમાંથી હાથ ધોવા પડ્‍યા હોવાનો બનાવ પ.બંગાળમાં નોંધાયો છે.

કોલકાતામાં આ આર્યજનક ઘટના બની હોવાના સમાચાર છે. મહિલા પ્રોફેસરના જણાવ્‍યા અનુસાર બિકીની પહેરવાને કારણે તેમણે નોકરી ગુમાવવી પડી છે. વાલીઓએ કરેલી ફરિયાદના પગલે શિક્ષકે નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

મહિલા પ્રોફેસરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર તેમના બિકીની પહેરેલા ફોટાશેર કર્યા હતા. આ પ્રોફેસરના સ્‍ટુડન્‍ટ્‍સ તેમના બિકીની ફોટો જોતા હતા. કેટલાક વાલીઓના ધ્‍યાનમાં આ વાત આવી હતી અને વિદ્યાર્થીઓ પર તેની ખરાબ અસર પડતી હોવાનો આરોપ લગાવતા તેમણે ફરિયાદ દાખલ કરી હતી. વાલીઓએ આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સામે વાંધાજનક, અશ્‍લીલ અને મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરી તેમની સામે પગલાં લેવા જોઈએ તેવી માગણી કરી હતી, જેને પગલે યુનિવર્સિટીએ બિકીની પહેરેલા આ પ્રોફેસરને નોકરીમાંથી રાજીનામું આપવા દબાણ કર્યું હતું.

આ ચોંકાવનારી ઘટના એક આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સાથે બની છે. માતા-પિતાએ કોલકાતાની સેન્‍ટ ઝેવિયર્સ યુનિવર્સિટીમાં કામ કરતા આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

(10:59 am IST)