Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ગદર ફિલ્‍મમાં હેન્‍ડપંપ ઉખાડવાના આઇકોનિક સીનનું લોકેશન

છેલ્લા ૨૧ વર્ષમાં ઘણું બદલાઇ ગયુ છે હવે ગાર્ડન બની ગયો છે : એ સીન અંગે આટલા વર્ષો પછી અભિનેત્રી અમિષા પટેલે એક વીડિયો શેર કર્યો

લખનૌ,તા.૧૦: ૨૦૦૧માં ભારત-પાકિસ્‍તાનના ભાગલા આઘારિત પટકથા ધરાવતી ગદર ફિલ્‍મ આવી હતી. આ ફિલ્‍મનો હેન્‍ડપંપ ઉખાડવાનો આઇકોનિક સીન લોકો આજે પણ ભૂલ્‍યા નથી. સનીદેઓલ હેડપંપ ઉખાડીને તેના દુશ્‍મનો પર પ્રહાર કરે છે એ સીન અંગે આટલા વર્ષો પછી અભિનેત્રી અમિષા પટેલે એક વીડિયો શેર કર્યો છે જેમાં આ ફિલ્‍મનું શુટિંગ કયાં થયું હતું તે દર્શાવાયું છે.

આમ તો કહાની મુજબ આ સીનમાં પાકિસ્‍તાન દર્શાવાયું છે પરંતુ હેન્‍ડપંપનો સીન લખનૌની ફ્રાંસિસી કોન્‍વેંટ સ્‍કૂલમાં શૂટ થયો હતો. અમિષા પટેલ એક ઇવેન્‍ટમાં લખનૌ જઇ હતી ત્‍યારે આ લોકેશન યાદ કર્યુ હતું પરંતુ આ લોકેશન છેલ્લા ૨૧ વર્ષમાં ઘણું બદલાઇ ગયું છે. હવે તે સ્‍થળ ઓળખવું પણ મુશ્‍કેલ પડે છે.અમીષા પટેલે વીડિયોના કેપ્‍શનમાં લખ્‍યું છે કે ગદર સા સબ સે જયાદા આઇકોનિક સીન કા લોકેશન,

એ જ મશહૂર આઇકોનિક પંપ સીન. હિંદુસ્‍તાન જિંદાબાદ.અમિષા વીડિયોમાં જણાવે છે કે ગદરનો આઇકોનિક સીન અહીંયા જ શૂટ થયો હતો. મારી પાછળ એ સમયે  માત્ર સીડીઓ વાળું ઘર હતું તેની પાસે હેન્‍ડપંપ હતો. આ શૂટિંગ ચાલતું હતું ત્‍યારે હજારો લોકો એકઠા થયા હતા.આ ફિલ્‍મના બીજો ભાગ આવી રહયો છે ત્‍યારે તેમાં બંને અભિનય કરી રહયા છે.

(11:18 am IST)