Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

પ્રેમમાં પાગલ સગીરાએ બધી હદ વટાવી !: HIV પોઝીટીવ પ્રેમીનું લોહી કાઢીને પોતાના શરીરમાં દાખલ કર્યું

યુવતિએ ફેસબુક પર ભેટો થયેલા પ્રેમીની સાથે રહેવા માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી દીધું : ફેસબુક પ્રેમીને મળવા માટે યુવતિ તેના ઘરેથી ભાગી

આસામ તા.09 : માણસ કોઈના પ્રેમમાં કેટલી હદ સુધી જઈ શકે, તેનું ઉદાહરણ આસામમાંથી જોવા મળ્યું છે. જ્યાં એક યુવતીએ એક છોકરાના પ્રેમમાં પડીને આખી જીંદગી દાવ પર લગાવી દીધી. હકીકતમાં જોઈએ તો, છોકરીને જે છોકરા સાતે પ્રેમ થયો તે એક HIV પોઝિટિવ હતો. છોકરીએ પોતાનો પ્રેમ સાબિત કરવા માટે એચઆઈવી પોઝિટિવ છોકરાની બોડીમાંથી લોહી કાઢી અને તેને ઈંજેક્શન દ્વારા પોતાના શરીરમાં નાખ્યું. યુવતીની આ પ્રકારના હરકત સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. પોલીસને જેવી આ મામલે જાણકારી મળી તો, આ બંનેને પકડીને મેડીકલ ચેકઅપ માટે મોકલી દીધા હતા. 

એક યુવતિએ ફેસબુક પર ભેટો થયેલા પ્રેમીની સાથે રહેવા માટે પોતાનું આખું જીવન દાવ પર લગાવી દીધું. આ છોકરી જે છોકરાને ફેસબુક પર મળી હતી તે એચઆઈવી પોઝિટીવ હતો. આવી સ્થિતિમાં છોકરીએ છોકરાના શરીરમાંથી લોહી કાઢ્યું અને તેને ઈન્જેક્શન દ્વારા તેના શરીરમાં દાખલ કરી દીધું.

પ્રેમમાં પાગલ થઈને એની પાછળ ગાંડાતૂર થઈ જતા હોય છે. એવામાં ક્યાંક વિઘ્ન આવે તો દૂર ન થવું પડે તે માટે કંઈક કરી બેસતા હોય છે. પ્રેમમાં નદીમાં કૂદી પડેલી વાર્તાઓ હવે જૂની થઈ ગઈ છે. હવે તમારા પાર્ટનરને પ્રેમ વ્યક્ત કરવા માટે ઘણી નવી રીતો આવી છે. આમાંની એક છે તમારી જાતને HIV પોઝીટીવ બનાવવી. હા, આસામમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી પ્રત્યેના તેના પ્રેમની ઊંડાઈ બતાવવા માટે પોતાની જાતને પણ HIV પોઝીટીવ બનાવી દીધી. તેણે પોતાના પ્રેમીના શરીરમાંથી ઈંજેક્સન વડે નીડલ ભરીને લોહી કાઢી પોતાના શરીરમાં દાખલ કરી દીધું. આ તેના સાચા પ્રેમનો પુરાવો હતો.

સમાચાર અનુસાર, આ 15 વર્ષની છોકરી આસામમાં રહે છે. તેને ફેસબુક પર એક છોકરા સાથે મુલાકાત થઈ. બંને જણા ફેસબુક પર ચેટિંગ કરતા થયા અને ધીમે ધીમે વાતચીત પ્રેમમાં પરિણમી. ફેસબુક પ્રેમીને મળવા માટે યુવતિ તેના ઘરેથી ભાગી પણ ગઈ. કહેવાય છે કે યુવતી આ ફેસબુક પ્રેમી સાથે ઘણી વખત ભાગી ગઈ હતી. દરેક વખતે તેના માતા-પિતા તેને પરત લાવવામાં સફળ રહ્યા. પરંતુ આ વખતે છોકરીએ પોતાના પ્રેમની પરીક્ષા આપવા જે કામ કર્યું તે એને આખી જિંદગી ભોગવવું પડશે.

છોકરી અને તેના પરિવારને તાજેતરમાં જ ખબર પડી કે છોકરો એચઆઈવી પોઝીટીવ છે. આ પછી યુવતીના પરિવારજનો આ સંબંધને લઈને વધુ સખત બન્યા. તેઓ છોકરીને તે છોકરાથી દૂર રાખવાના પ્રયાસો કરવા વધુ કડક બન્યા. આનાથી ગુસ્સે ભરાયેલી યુવતિએ પોતાના સાચા પ્રેમની સાબિતી આપવા અને પોતે એનાથી દૂર ન થાય તે માટે યુવતીએ તેના પ્રેમીના શરીરમાંથી સિરીંજ વડે લોહી કાઢીને તેના શરીરમાં ઈન્જેક્શન આપ્યું હતું. આ મામલો સામે આવતાં જ પોલીસે બંનેની ધરપકડ કરીને મેડિકલી ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયા પર શેર થતાં જ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે આજની પેઢી કેવી રીતે કંઈપણ વિચાર્યા વગર કરે છે. સોશિયલ મીડિયા પર એક પછી એક ટ્વીટ આવવા લાગ્યા, જેમાં લોકોએ મજાક ઉડાવવાની સાથે ચિંતા પણ વ્યક્ત કરી.

(11:34 pm IST)